
Cloud Burst in Jammu’s Doda: જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ નોતર્યો છે. આ કુદરતી આફતને કારણે 10 થી વધુ ઘરો તણાઈ ગયા છે., જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. ગઈકાલથી આવેલા અચાનક પૂરને કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે.
View this post on Instagram
વહીવટીતંત્રે સાંજ સુધીમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં રાહત કાર્યમાં પણ અવરોધ આવી રહ્યો છે. વાદળ ફાટવાની ઘટના બાદ વિસ્તારમાં પૂર આવી ગયું છે, જેના કારણે રસ્તામાં આવતા વૃક્ષો અને ઘરોને ભારે નુકસાન થયું છે. ડોડામાં વાદળ ફાટ્યા બાદ ઘણા ઘરો પાણીમાં તણાઈ ગયા છે અને કેટલાક ઘરોને નુકસાન થયું છે. સ્થાનિક લોકોની જીવનભરની કમાણી કુદરતના પ્રકોપમાં ધ્વસ્ત થઈ ગઈ છે. જિલ્લાના ઉપરના વિસ્તારમાં નાશ પામેલા ઘરોમાંથી સ્થાનિક લોકોને પોતાનો કિંમતી સામાન બહાર કાઢીને સલામત સ્થળે લઈ ગયા છે.
નદીનું પાણી શહેરમાં ઘૂસ્યું
વીડિયોમાં પાણીનો જોરદાર પ્રવાહ જોઈ શકાય છે. આ વિસ્તારની નદીઓ છલકાઈ રહી છે અને બજારોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આવી સ્થિતિમાં, કોઈપણ દુર્ઘટનાને ટાળવા માટે ઘણા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું પણ શરૂ કરી દીધું છે.
રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલનને કારણે જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે . ભારે વરસાદની સાથે જમ્મુમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તાવી નદીમાંથી આવતું પૂર રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. જમ્મુમાં નદી કિનારાના ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને કોઈપણ નુકસાનથી બચવા માટે વહીવટીતંત્રે આ વિસ્તારોને ખાલી કરાવી દીધા છે.
ધારલી અને કિશ્તવાડમાં તબાહી
આ પહેલા ઉત્તરાખંડના ધારલીમાં વાદળ ફાટવાની ઘટનાએ આખા ગામમાં તબાહી મચાવી હતી અને પાંચથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘણા લોકો ગુમ પણ થયા હતા. વાદળ ફાટ્યા પછી આવેલા પૂરના ઘણા ભયાનક વીડિયો સામે આવ્યા હતા.
કિશ્તવાડમાં 60 લોકોના મોત થયા હતા
14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના ચાશોટી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. આ ગામ માચૈલ માતા યાત્રાના માર્ગ પર છે, જ્યાં તે દિવસે હજારો યાત્રાળુઓ હાજર હતા. અચાનક આવેલા પૂરથી ઘરો અને દુકાનોને નુકસાન થયું હતું અને યાત્રાળુઓ માટે બનાવેલા લંગરને પણ પાણી ભરાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 60 થી વધુ લોકોના મોત થયા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ 200 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે.
હિમાચલ પ્રદેશમાં પણ સ્થિતિ ભયાનક
After 48 hrs of continuous rains, water is being released from Pandoh dam and the intensity is massive. Several roads across Himachal are blocked, Chandigarh Manali highway is completely shut. Weather still rough, stay safe and avoid travel. pic.twitter.com/EAi75hNMiY
— Nikhil saini (@iNikhilsaini) August 26, 2025
હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું છે. હિમાચલમાં બિયાસ નદી પણ વરસાદ અને પૂરને કારણે પૂરની સ્થિતિમાં છે. હવામાન વિભાગની ચેતવણી વચ્ચે નદીમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે જે ભયાનક છે.
48 કલાકના સુધી વરસાદ વરસતાં પંડોહ ડેમમાંથી પાણી છોડી દેવાયું છે. પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર છે. જેથી ઘણા રસ્તાઓ બંધ છે, ચંદીગઢ મનાલી હાઇવે સંપૂર્ણપણે બંધ છે. હવામાન હજુ પણ ખરાબ છે.
આ પણ વાંચો:
Cloud Burst: હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા, નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા, 3 તણાયા
Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ
Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?
Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?