ચાલો, વિશ્વગુરુ થવા મનુસ્મૃતિ અપનાવો અને મને રાજા બનાવો!

  • ચાલો, વિશ્વગુરુ થવા મનુસ્મૃતિ અપનાવો અને મને રાજા બનાવો!

હેમંતકુમાર શાહ; આ કોણે આવું બંધારણ બનાવ્યું? બહુ નડે છે મને. બાકી મારે તો રાજા થવું છે! હું તો રાજા થવાને લાયક છું. તો જ આ દિવ્ય અને ભવ્ય દેશ પુન: વિશ્વગુરુ બનશે!

તો ચાલો, મનુસ્મૃતિને બંધારણ બનાવીએ.

કેમ? મનુ પૃથ્વી પરનો પહેલો રાજા હતો. એના જમાનામાં આ ભવ્ય ભારત વિશ્વગુરુ હતો.

એ પછી દેશને વિશ્વગુરુ બનાવવાની જવાબદારી હજારો વર્ષોં પછી સીધી મારા પર આવી પડી છે. એ જ મારું દૈવ છે. કારણ કે મને લાગે છે કે હું દિવ્ય પુરુષ છું.

બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વ્યક્તિનું ગૌરવ જેવી જે વાહિયાત વાતો લખી છે તેનાથી કંઈ વિશ્વગુરુ ન થવાય! મનુના સમયમાં આવું બધું હતું જ નહિ. મનુ જે કહેતા હતા તે જ કાયદો હતો. રામના જમાનામાં પણ આવું બધું હતું જ નહિ. એટલે તો ત્યારે રામરાજ્ય હતું. એટલે હું જે કહું તે જો કાયદો થાય તો જ વિશ્વગુરુ થવાશે.

આ લોકશાહી જેવી ફાલતુ વાત વિદેશી છે, હિન્દુ નથી; એ તો મલેચ્છ લોકોની કહાની છે. જો કે, હું એ મલેચ્છ લોકોની કંપનીઓને ભારતમાં લાલ જાજમ બિછાવી બોલાવું છું તેનો એક જ ઉદ્દેશ છે અને તે ભારતને ભવ્ય બનાવવાનો. હું એ વિદેશી લોકોએ બનાવેલા ₹ ૮૦૦૦ કરોડના વિમાનમાં ઉડ્યા કરું છું તે પણ તમને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે જ.

આ પણ વાંચો- બજેટ 2025: ગરીબો સીતારામ સીતારામ ભજે!

હે મારાં ભાઈઓ અને બહેનો જેવી પ્રજાઓ, સમજો જરા, આપણે જ જગતમાં શ્રેષ્ઠ પ્રજા છીએ. ભગવાન મનુ અને રામ પછીના જમાનામાં આપણે એ વિસરી ગયા છીએ કારણ કે વચ્ચે હજારેક વર્ષ સુધી મલેચ્છ લોકોએ રાજ કર્યું.

આ આંબેડકર આંબેડકર શું કરો છો? આંબેડકર, ગાંધી, જવાહરલાલ અને સરદાર એ ચારેય જણા એ મલેરછ લોકોના મુલકમાં જઈને તેમની યુનિવર્સિટીઓમાં ભણેલા અને સમાનતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ, લોકશાહી જેવી વાહિયાત બાબતો શીખી આવ્યા હતા; અને તેમણે એ બધી ચીજો ભગવાન રામના વંશજ એવા આપણા પર ઠોકી બેસાડી છે. આપણે તો નાલંદા અને તક્ષશિલાને યાદ રાખવાની છે. ભલે, અત્યારે આપણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં કે ચીનના વુહાનમાં ભણવા જતા હોય. એ વિશ્વગુરુ થવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે એમ હું કહું છું.

જરા જુઓ, રામાયણ કે મહાભારતમાં ક્યાંય લોકશાહી હતી? છતાં ભારત વિશ્વગુરુ હતું કે નહિ?

તો ચાલો, મનુસ્મૃતિ અપનાવીશું અને હું રાજા થઈશ તો જ આપણે વિશ્વગુરુ થઈશું. બોલો, મને ક્યારે રાજા બનાવશો અને ધન્ય થઈને વિશ્વગુરુ થવાના સાક્ષી બનશો? આ ધન્ય ઘડી ફરી નહિ આવે. તમારો જન્મારો મને રાજા બનાવીને સફળ બનાવો, નહિ તો ૮૪ લાખ ફેરા ફરી ફરવા જ પડશે.

આ પણ વાંચો- Banaskantha: આબુરોડ-પાલનપુર હાઇવે પર ટ્રેલરમાં લાગી આગ, જુઓ વિડિયો

Related Posts

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!
  • March 20, 2026

BJP: નરેદ્ર મોદી અને તેમની ટીમ હાલમાં બંગાઓની ચૂંટણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગેસની કટોકટી સર્જાઈ છે, લોકોની લાઈનો લાગી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવ કન્ટ્રોલ રહયા પણ આજથી…

Continue reading
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો
  • March 20, 2026

Keshubapa: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, નેનો પ્રોજેક્ટ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!