
Kunal Kamra: મહારાષ્ટ્રમાં કોમેડિયન કુણાલ કામરાએ સરકારની ટીકા કરતાં લહેકામાં ગાયેલા ગીત પર ઘામાસાણ મચ્યું છે. કામરાએ નામ લીધા વિના આડકતરી રીતે ડેપ્યુટી CM એકનાથ શિંદેને ગદ્દાર કહ્યા હતા. જે બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મુંબઈના MIDC પોલીસ સ્ટેશનમાં કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપોનો દોર શરૂ થઈ ગયો છે. કુણાલ કામરા પાસેથી તાત્કાલિક માફી પણ માગી છે. જો કે ટીકા સહન ન કરી શકતી સરકાર કોમેડિયનને ધમકીઓ આપી રહી છે. જેથી બોલવાની આઝાદી પણ છીનવાઈ રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ આ મામલાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે.
કુણાલ કુમાર સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે જાણીતા છે. પણ તે એક તેજસ્વી વ્યંગકાર છે. કેટલાક લોકો વ્યંગ લખે છે, તો કેટલાક લોકો કટાક્ષભર્યા શબ્દો બોલે છે. કુણાલ કામરા બોલીને પોતાનો વ્યંગ રજૂ કરે છે. જો કે સરકાર કુણાલ કામરાના તીખા કટાક્ષને સહન કરી શકી નથી, અને પછી જે થયું તે બધાની સામે છે. તો જુઓ આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા. કૃપા કરીને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.@Mayurjaniofficial
આ પણ વાંચોઃ Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે
આ પણ વાંચોઃ Gujarat Weather: બળબળતા પડતાં તાપ વચ્ચે વરસાદની આગાહી, ગરમીથી મળશે થોડી રાહત!