
Comedian Kunal Kamra:કોમેડિયન કુણાલ કામરા કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલો રહેતો હોય છે.
હવે,તેણે પહેરેલા ટીશર્ટને લઈ વિવાદમાં આવ્યો છે,સોશિયલ મીડિયા પર તેમની એક ટીશર્ટ વાયરલ થઈ છે જેમાં કૂતરા સાથે ‘RSS’ના ફોટાએ વિવાદ છેડયો છે, જોકે આખો ‘R’ સ્પષ્ટ દેખાતો નથી, તેથી ઘણા લોકોએ તેને ‘PSS’ પણ ગણાવી રહ્યા છે.
કોમેડિયન કુણાલ કામરાએ આ તસવીર સોમવારે, એટલે કે 24 નવેમ્બરે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી જેનો ફોટો ખૂબજ વાઈરલ થઈ રહ્યો છે,તેણે પોસ્ટમાં લખ્યું,’આ ફોટો કોઈ કોમેડી ક્લબનો નથી.
બીજી તરફ આ ટી-શર્ટ પર એક લખાણ ઉપર કૂતરો પીપી કરતો હોય તેવા દ્રશ્ય સાથે RSS જેવું લાગતા લખાણ પર ભાજપ અને શિવસેનાના નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે,બંને પક્ષોનો આરોપ છે કે કોમેડિયને ટી-શર્ટ દ્વારા RSSની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો છે.
શિવસેના (શિંદે જૂથ)ના મંત્રી સંજય શિરસાટે કહ્યું હતું કે RSSએ આના પર કડક જવાબ આપવો જોઈએ.કોમેડિયને પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર પણ ઘણી વખત તીખી ટિપ્પણીઓ કરી ચૂક્યો છે.
આ અગાઉ 36 વર્ષીય સ્ટેન્ડ-અપ કોમેડિયને તેના શોમાં શિંદેની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો. કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતની પેરોડી કરી હતી, જેમાં શિંદેને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. તેણે ગીત દ્વારા શિવસેના અને એનસીપી વચ્ચેના વિભાજન પર રમૂજી ટિપ્પણી પણ કરી.
કામરાનો વીડિયો સામે આવ્યા પછી 22 માર્ચની રાત્રે શિવસેના શિંદે જૂથના સમર્થકોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરી હતી. શિંદેએ કહ્યું, ‘આ જ વ્યક્તિ (કામરા)એ સુપ્રીમ કોર્ટ, વડાપ્રધાન, અર્ણબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓ પર ટિપ્પણી કરી હતી.આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. આ કોઈ બીજા માટે કામ કરવા જેવું છે.’
દરમિયાન કુણાલ કામરાએ કહ્યું હતું કે તે શિંદે વિશેની તેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માગશે નહીં અને મુંબઈમાં જ્યાં કોમેડી શો રેકોર્ડ કરવામાં આવ્યો હતો ત્યાં થયેલી તોડફોડની ટીકા કરી હતી.
RSS ટીશર્ટ મામલે પોલીસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે અને જરૂર પડશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. આમ,આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે






