India’s Response to China on Arunachal Pradesh: ભારતે કહ્યું,અરુણાચલ અમારું અભિન્ન અંગ;ચીને કહ્યું, આ પ્રદેશ પર ભારતનો ગેરકાયદેસર કબજો!

  • India
  • November 26, 2025
  • 0 Comments

India’s Response to China on Arunachal Pradesh: ચીનના શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની ભારતીય મહિલા પેમ વાંગજોમ થાંગડોકના ભારતીય પાસપોર્ટને અમાન્ય ગણાવીને ચીની અધિકારીઓ દ્વારા કરાયેલા અપમાન જનક વ્યવહાર અને અરુણાચલ ચીનનું હોવાનું કરેલું નિવેદન ચર્ચામાં આવ્યા બાદ હવે ફરી એકવાર
ચીને ફરી તેની ઔકાત બતાવી છે અને અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવ્યો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ઝાંગનાન (અરુણાચલ પ્રદેશ) અમારો ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે ચીને ક્યારેય ભારતના ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલા અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી.ચીનનું આ નિવેદન શાંઘાઈ એરપોર્ટ પર ભારતીય મહિલા પેમ વાંગજોમ થાંગડોક સાથે દુર્વ્યવહારના આરોપોના જવાબમાં આવ્યું છે.

ચીને પેમ સાથે દુર્વ્યવહારના આરોપોને પણ નકારી કાઢ્યા હતા.માઓએ જણાવ્યું હતું કે તે મહિલા સાથે કોઈ બળજબરી અટકાયત કે ઉત્પીડનનો ભોગ બનાવવામાં આવી ન હતી અને એરલાઈને તેમને આરામ, પાણી અને ખોરાક પણ પૂરો પાડ્યો હતો.

યુકેમાં રહેતી ભારતીય પેમે આરોપ લગાવ્યો હતો કે ચીની અધિકારીઓએ તેમના ભારતીય પાસપોર્ટને અમાન્ય જાહેર કર્યો હતો કારણ કે તેમાં અરુણાચલ પ્રદેશને તેમનું જન્મસ્થળ ગણાવવામાં આવ્યું હતું. તે 21 નવેમ્બરના રોજ લંડનથી જાપાન જઈ રહી હતી.

ચીનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે.ચીન ગમે તેટલું નકારે, સત્ય બદલાઈ શકતું નથી.ભારતે ચીની અધિકારીઓ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ દેશનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને ચીન દ્વારા કોઈપણ ટિપ્પણી સત્યને બદલી શકે તેમ નથી.

જોકે, ચીન સતત દાવો કરે છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો નહીં, પરંતુ તેનો ભાગ છે,આજ કારણોસર તે ઘણીવાર ભારતીય નાગરિકો,ખાસ કરીને અરુણાચલમાં જન્મેલા લોકોના દસ્તાવેજો સ્વીકારવાનો ઇનકાર કરે છે.
ત્યારે આ વખતે ભારતે સખત વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
  • September 25, 2026

CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

Continue reading
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?
  • September 25, 2026

Odisha Textbook Errors: ઓડિશામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલી નવી પાઠ્યપુસ્તકોમાં 1,731 જેટલી ભૂલો સામે આવ્યા બાદ કરવામાં આવેલી સરકારી તપાસમાં પુસ્તક તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયામાં અનેક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 1 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 2 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 3 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 7 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 3 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

Rahul Gandhi Vote Chori: ‘વોટ ચોરી’ મુદ્દે રાહુલનો મોટો હુમલો, જ્ઞાનેશ કુમારને સરકારી સાક્ષી બનવાની આપી સલાહ

  • September 25, 2026
  • 5 views
Rahul Gandhi Vote Chori: ‘વોટ ચોરી’ મુદ્દે રાહુલનો મોટો હુમલો, જ્ઞાનેશ કુમારને સરકારી સાક્ષી બનવાની આપી સલાહ