Ram Mandir Dhwajarohan 2025: અયોધ્યામાં અભિજીત મૂહર્તમાં શ્રીરામ મંદિર ઉપર ધ્વજા રોહણ સંપન્ન,આ મૂહર્ત કેમ ખાસ છે?જાણો

  • India
  • November 25, 2025
  • 0 Comments

Ram Mandir Dhwajarohan 2025: ભગવાન શ્રી રામની ભૂમિ અયોધ્યામાં આજે શ્રી રામમંદિર ઉપર ધ્વજા રોહણ કરવામાં આવ્યુ ત્યારે ઉપસ્થિત સેંકડો ભાવિકોએ ભગવાન શ્રીરામનો જયઘોષ કર્યો અને પ્રભુમય બન્યા હતા સૌ ભાવુક બન્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આપ સૌને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામમંદિર ઉપર પવિત્ર અભિજીત મૂહર્તમાં ધ્વજા રોહણ થયું.આ મૂહર્ત કેમ ખાસ છે તે અંગે આપને જણાવવા જઈ રહયા છે.

આજે 25 નવેમ્બર, વિવાહ પંચમીના રોજ અયોધ્યાના રામ મંદિર પર ભગવા રંગના ધર્મ ધ્વજા રોહણ થયું,આ શુભ કાર્ય 44 મિનિટના અભિજીત મુહૂર્ત દરમિયાન સંપન્ન થયું ત્યારે આપને જણાવી દઈએ કે અભિજીત મૂહર્ત અને વિવાહ પંચમી ખાસ એટલા માટે છે ભગવાન શ્રી રામનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હતો અને શ્રી રામ અને સીતા માતાના લગ્નનો દિવસ એટલે કે વિવાહ પંચમી પણ છે,તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસ ખૂબજ શુભ માનવામાં આવે છે,તેથી આજના પાવન દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિર ઉપર ધજા ચડાવવામાં આવી છે.

અયોધ્યા રામ મંદિરમાં ધ્વજ ચડાવવાનો શુભ સમય અભિજિત મુહૂર્ત દરમિયાન સવારે 11:45 થી બપોરે 12:29 વાગ્યા સુધીનો હતો. આ શુભ સમય દરમિયાન મંદિરના શિખર પર ધ્વજા રોહણ કરાયું હતું.

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.

ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને ગુજરાતના અમદાવાદમાં બનાવવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આજનો દિવસ દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદનો બની રહ્યો.
જાણે, સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે,સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. જાણે સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે, આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.’

ભગવાન રામના શહેર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હાલમાં જય શ્રી રામના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું, ધાર્મિક વિદ્વાનો દ્વારા પૂજા અને હવન પછી હવે શુભ મુહૂર્તમાં ભગવાન રામના ભવ્ય મંદિરમાં ધર્મ ધ્વજા રોહણ કરાયું હતું,પ્રભુ શ્રી રામ મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલા ભગવા રંગના ધર્મ ધ્વજમાં ઓમ, સૂર્ય દેવ અને કોવિદાર વૃક્ષ અંકિત છે. અયોધ્યાને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતુ જેમાં લગભગ 100 ટન ફૂલોનો ઉપયોગ થયો હતો.

આમ, ખૂબજ હર્ષોલ્લાસ વચ્ચે ભગવાન શ્રી રામના શિખર ઉપર ધ્વજા રોહણ સંપન્ન થયું હતું.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
  • September 25, 2026

CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

Continue reading
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?
  • September 25, 2026

Odisha Textbook Errors: ઓડિશામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલી નવી પાઠ્યપુસ્તકોમાં 1,731 જેટલી ભૂલો સામે આવ્યા બાદ કરવામાં આવેલી સરકારી તપાસમાં પુસ્તક તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયામાં અનેક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 2 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 4 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 3 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 7 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 3 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

Rahul Gandhi Vote Chori: ‘વોટ ચોરી’ મુદ્દે રાહુલનો મોટો હુમલો, જ્ઞાનેશ કુમારને સરકારી સાક્ષી બનવાની આપી સલાહ

  • September 25, 2026
  • 5 views
Rahul Gandhi Vote Chori: ‘વોટ ચોરી’ મુદ્દે રાહુલનો મોટો હુમલો, જ્ઞાનેશ કુમારને સરકારી સાક્ષી બનવાની આપી સલાહ