Congress Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આ તકે ‘વોટ ચોર ગદ્દી છોડ’ બેનર હેઠળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા આ તકે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પીએમ મોદીનો આત્મવિશ્વાસ હવે ખતમ થઈ ગયો છે અને અમિત શાહના હાથ ધ્રુજે છે. તેઓ સમજી ગયા છે કે તેમની ચોરી હવે પકડાઈ ગઈ છે.
આ તકે હાજર રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે કેન્દ્ર સરકારે અમારું વંદેમાતરમ્ પણ ચોરી લીધું છે અને નેહરુ-પટેલ વચ્ચે તિરાડ ઉભી કરી રહયા છે અને ગાંધી-નેહરુ આંબેડકર પર નિશાન તાકી રહયા છે તેવા ગદ્દારોને હવે હટાવવા પડશે,રેલીમાં કોંગ્રેસના ટોચના નેતાઓએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા.
જ્યારે પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે ન્યાયાલય પર પણ દબાણ જોવા મળે છે. મીડિયા હાઉસ પણ અંબાણી-અદાણીની પક્કડ છે. કોંગ્રેસના નેતાઓ ઉપર જુદા જુદા આરોપો લગાવી તેઓને જેલમાં પુરી દેવામાં આવ્યા છે,જેઓ સરેન્ડર થઈ ગયા તેઓ સેફ થઈ ગયા.
તેઓએ કહ્યું કે જો ભાજપ બેલેટ પેપર પર ચૂંટણી લડે, તો એક પણ ચૂંટણી જીતી શકે તેમ નથી,પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે બિહારમાં 65 લાખ અને ઉત્તર પ્રદેશમાં ત્રણ કરોડ વૉટ કાપી નાખવામાં આવ્યા છે,રાહુલ ગાંધીએ કેટલાક મુદ્દાઓ ઉપર સાવલ ઉઠાવ્યા અને ગંભીર આરોપો લગાવ્યા હતા જેમાં,ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, સુખબીર સિંહ, વિવેક જોશી ભાજપ માટે કામ કરતા હોવાનું જણાવ્યું છે.
વડાપ્રધાને ચૂંટણી વિભાગ માટે કાયદો બદલ્યો છે જે કાયદો અમે બદલીશું અને જેઓ ભાજપ માટે કામ કરે છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરીશું.
રાહુલે ઉમેર્યુ કે આ લોકોએ ભૂલવું ન જોઈએ કે તેઓ ભારતના ચૂંટણી કમિશનર છે, ભાજપના નહીં,બીજુ રાહુલ ગાંધીએ કહ્યું કે મોહન ભાગવતે કહ્યું કે વિશ્વ સત્યને નહીં પણ શક્તિને જુએ છે, આ આરએસએસની વિચારધારા છે.
મોહન ભાગવત કહે છે કે સત્યનો કોઈ અર્થ નથી, ફક્ત સત્તા જ જરૂરી છે.દેશમાં હાલ સત્ય અને અસત્યની લડાઈ ચાલુ છે, મહાત્મા ગાંધી સત્યના માર્ગે ચાલતા હતા તેઓ કહેતા હતા કે ધર્મમાં સત્યની સૌથી વધુ જરૂર છે અને કોંગ્રેસના ડીએનએમાં સત્ય છે જ્યારે ભાજપના ડીએનએમાં અસત્ય અને મત ચોરી છે.
મત ચોરી આંબેડકરના બંધારણ પર હુમલો છે,આ લોકો મત ચોરી કરીને સરકાર ચલાવે છે, નોટબંધી અને જીએસટીથી નાના વેપારીઓ ખતમ થયા છે, આ બધું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે મત ચોરી થઈ રહી છે. જો આ લોકો મત ચોરી ન કરતા હોત તો પાંચ મિનિટમાં સરકારમાંથી બહાર થઈ જાત,રાહુલ ગાંધી એ કહ્યું કે, ‘આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની મનુસ્મૃતિની વિચારધારા દેશને ખતમ કરી દેશે.આમ રાહુલે મત ચોરીના આક્ષેપ લાગવી ચૂંટણી વિભાગ અને અધિકારીઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા.
જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ‘ભાજપ તમામ મુદ્દે પ્રચાર કરે છે પણ જ્યારે સંસદ શરૂ થાય, ત્યારે મોદી બહાર જતા રહે છે, સંસદમાં આવતા નથી અને તેઓ રાહુલ ગાંધી પર સવાલ કરે છે. રાહુલ ગાંધીએ સવાલો કર્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ભાજપ અને ચૂંટણી પંચ સતત મત ચોરીનો આરોપ લગાવતા આવ્યા છે અને અત્યાર સુધીમાં તા.7 ઓગસ્ટ, 18 સપ્ટેમ્બર અને 4 નવેમ્બરના રોજ ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે. તેઓ સતત ચૂંટણી પંચને મોદી સરકારની “B ટીમ” ગણાવી રહયા છે ગઈ તા. 9 ડિસેમ્બરે SIR પર ચર્ચા દરમિયાન પણ ભાજપને સવાલો કર્યા હતા.
ત્યારબાદ ફરી એકવાર દિલ્હીમાં યોજાયેલી રેલી દરમિયાન રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહયા અને રેલીને સંબોધિત કરી ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?







