
જામનગર જીલ્લામાં નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ ચર્ચાઓનો દોર શરુ થયો છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કોંગ્રેસના આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલે બેઠક યોજી આગળની રણનીતી અંગે ચર્ચા કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરે તે દિશામાં પ્રયાસો શરું કરાયા છે.
આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ જામનગરમાં જૈન કુવરબા ધર્મશાળા ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કઈ રીતે જીતી શકાય તે અંગે ચર્ચા કરાઈ હતી. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાલાર પંથકમાં કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તાથી દૂર છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દેખાવની સરખામણીમાં કોંગ્રેસ પાછળ છે. કોંગ્રેસ નેતાઓની અંદરો અંદરની લડાઈ પક્ષને સત્તાથી દૂર રાખી રહી હોવાની ચર્ચા થઈ રહી છે. જેથી આ વખતે કોંગ્રેસે પહેલથી જ બેઠકોને દોર શરુ કર્યો છે.
આ પણ વાંચોઃ ધ્રાંગધ્રાની કોર્ટે બે વિદ્યાર્થીઓને કેમ દસ વર્ષની સજા ફટકારી?