
બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી અનેક વિવાદો સામે આવ્યા હતા. આ વિવાદો વચ્ચે દિયોદરના જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. બે વર્ષથી રાજકીય રીતે બનાસકાંઠા જિલ્લો ચર્ચામાં રહ્યો છે અને હવે તેની ભૂગોળ પણ બદલાવા ગઈ છે. રાજ્ય સરકારે 1 જાન્યુઆરી, 2025ના રોજ થરાદને જિલ્લો બનાવવાની વર્ષો જૂની માગ પૂરી કરતા થરાદ-વાવને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. આમ નવા વર્ષે જ ગુજરાત નક્શામાં ફેરફાર થયો હતો.
જોકે, થરાદ-વાવને જિલ્લો બનાવવાને લઈને વિરોધ ઉભો થયો હતો. તો ધાનેરાને વાવ-થરાદમાં આપતા તેમને પણ મનદુ:ખ થયું છે. આમ બનાસકાંઠાના વિભાજન પછી પણ અનેકવિધ સમસ્યાઓ સામે આવી રહી છે. આ વચ્ચે દિયોદરના જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તે ઉપરાંત દિયોદર ઓદ્યોગિક વેલફેર એસોસિયને પણ આવેદન આપ્યું છે.
દિયોદરના જૈન સમાજ અને ઓદ્યોગિક વેલફેરે પોતાના આવેદનમાં દિયોદરને વડુમથક બનાવવાની અને ઓગડને જિલ્લો બનાવવાની માગ રાખી છે. આ વચ્ચે ધાનેરાવાસીઓ વાવ-થરાદ જિલ્લાની જગ્યાએ બનાસકાંઠામાં પોતાને રાખવાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે એક ભૂવાનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ધાનેરા બનાસકાંઠામાં જ રહેશે તેવી વાત કરતો જોવા મળી રહ્યો છે.
વાવ-થરાદ સહિતના વિસ્તારની જનતાએ તો આ નિર્ણયને ખુબ આવકાર્યો. પરંતુ દિયોદર,ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. જ્યારે વાવ-થરાદના લોકોએ પણ જિલ્લાને તેનું ઐતિહાસિક નામ થીરપુર આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો- જામનગર: ધ્રોલના લતીપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત; 3 લોકોના મોત, બે ગંભીર