
Co-operative Bank and Politics: 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કરાયું છે. ત્યારે ગુજરાતની માટો ભાગની સહકારી બેંકોમાં ભાજપના નેતાઓ ડિરેક્ટરો છે. જે બેંકોમાં આરબીઆઈના નિયમનો ભંગ કરી એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે. કોઈ પણ સહકારી બેન્કમાં 8 રર્ષ થાય એટલે ડિરેક્ટર બલાય. જો કે ભાજપે ૃ સહકારી બેંકોને રાજકારણનો રંગ લગાવી દીધો છે.
3 કરોડ મતદારો પર ભાજપ સહકારી ક્ષેત્રના કારણે પ્રભાવ ધરાવે છે જે ગ્રામ્ય વિસ્તારની છે, શહેરોમાં નાગરિક સહકારી બેંકોનો મોટો પ્રભાવ છે. શહેરો પર ભાજપનો 90 ટકા પ્રભાવ છે 9 ટકા કોંગ્રેસ અને 1 ટકો આમ આદમી પક્ષનો છે. ભાજપને હરાવવા માટે સહકારી ક્ષેત્ર પર રાજકીય પક્ષો કબજો જમીવી દીધો છે, સહકારી ક્ષેત્ર હવે રાજકીય અખાડો બની ગયો છે.
ગુજરાતમાં 89 હજાર કો-ઓપરેટીવ સોસાયટીમાં 1 કરોડ 71 લાખ સભ્યો છે. દર ચોથો વ્યક્તિ સહકારી ક્ષેત્રનો લાભ લે છે પણ તેના પર કબજો ભાજપનો છે તેથી તેનો પ્રભાવ વધારે છે. સહકારી સંસ્થાઓના ટ્રીબ્યુનલમાં વર્ષે 10 હજાર ફરિયાદો થઈ રહી છે નીચલી 10 અદાલતોમાં હજારો ફરિયાદો થાય છે. 68500 સહકારી મંડળીઓ છે. જેમાં 40 ટકા ઓડિટ બાકી રહે છે.
નાગરિક સહકારી બેંક
211 નાગરિક સહકારી બેંકોની શાખાઓ 1146 છે. જેમાં રૂ. 85 હજાર કરોડની ફિક્સ ડિપોઝીટ છે. ધીરાણ આપેલું હોય એવા 52 હજાર કરોડ રૂપિયા છે. 32 લાખ કુટુંબો તેના સભ્ય છે. 95 લાખ થાપણદારો છે. થાપણદારો 1 કરોડ હતા તે એક જ વર્ષમાં 5 લાખ થાપણદારો ઘટી ગયા હતા.
જેમાં આર્થિક રીતે નબળી પડી ગઈ હતી એવી 50 બેંકોને તો એકબીજામાં ભેળવી દેવામાં આવી છે. જેમાં મોટા કૌભાંડો દબાઈ ગયા છે. 2005માં 308 બેંકો હતી જેમાં 43 ટકા એટલે કે 131 બેંકો નબળી હતી. 2021માં નબળી બેંકો 14 હતી.
ધનજન યોજના હેઠળના ખાતાઓનું હજુ સુધી ઓડિટ થયું નથી
33 હજાર ખાતા ધનજન યોજના હેઠળ ખોલવામાં આવ્યા હતા. જેનું ઓડિટ થતું નથી. રાજ્યમાં કો-ઓપરેશન એમોન્ગ ધી કો-ઓપરેટીવ મૂવમેન્ટ શરુ થયું. 18 જિલ્લા મધ્યસ્થ બેંકોમાં 23 લાખ નવા સભાસદો જોડાયા છે. 23 લાખથી વધુ નવા ખાતા રાજ્યની ખોલાવવામાં આવ્યા છે. ડિપોઝીટમાં પણ રૂ. 6500 કરોડ વધી છે.
રાજ્યમાં મલ્ટીસ્ટેટ સહકારી બેંક 11, શિડ્યુલ સહકારી બેંકો 7 અને મહિલા નાગરિક સહકારી બેંક 8 છે. દરેક તાલુકા, શહેર મથકોએ 404 ખેત પેદાશની બજારો પર ભાજપનો 98 ટકા કબજો છે. ખેત બજારોમાં વર્ષે રૂ.500 કરોડની આવક અને 1700 કરોડનું ભંડોળ છે
18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10 હજાર ધિરાણ મંડળો પર ભાજપનો કબજો છે. 31 લાખ ખેડૂતોમાંથી 15 લાખ ખેડૂતો ધીરણ બેંકો અને મંડળીઓ પાસેથી ધિરાણ લે છે 15 ખાંડ સહકારી મિલોમાં 90 લાખ ટન શેરડીનો ધંધો છે. જેમાં 9 લાખ ટન ખાંડ બને છે. 23 દૂધની ડેરીની 16 હજાર દૂધ મંડળીઓમાં 6 લાખ પશુનું 3 કરોડ લીટર દૂધ આવે છે.
આ પણ વાંચોઃ
કોર્ટે રેપ કેસની પિડીતાને જ ગણાવી જવાબદાર, આરોપી યુવકને આપ્યાં જામીન
બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar
Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?