
Corruption Bridge: 19 એપ્રિલ 2023માં અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા માર્ગના પોપડા ઉખડવા લાગ્યા હતા. હલકી ગુણવત્તાવાળું સામગ્રી વાપર્યું હતું. બગોદરાથી ભમાસરા સુધી સદભાવના અને વરૂણને કામ આપેલું છે. ભમાસરાથી સનાથળ સુધી એમએસકે ખુરાના નામની એજન્સીઓ કામ કરી રહી હતી. ગાબડાં પડતા ઠેકેદારની કામ કરવાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
ભમાસરા ગામે બનાવેલા પુલ
થોડા મહિનાઓ પહેલા ભમાસરા ગામે બનાવેલા પુલમાં ગાબડા પડયા હતા. ત્યારે નવા જ બનાવેલા છ લેન પર ગાબડાં પડી જતાં આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરી યોગ્ય દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બે વર્ષના 5 વર્ષ
બગોદરા પાસે નવા 4 પુલનું કામ મંથર ગતિએ ચાલતું રહ્યું હતું. ભોગાવામાં નવો મોટો પુલ, બગોદરા-ધંધુકા ચોકડી પર પુલ, બગોદરા-તારાપુર ચોકડી પર પુલ, રોયકા ચોકડી પર પુલ એમ દસ કિલો મીટરના અંતરમાં ચાર પુલ બનાવવામાં આવી રહ્યા હતા. આ પુલની કામગીરી બે વર્ષમાં પૂરી કરવાની હતી તેને બદલે ચાર વર્ષ થયા હોવા છતાં કામગીરી પૂર્ણ થઇ ન હતી.
સોમનાથ-ભાવનગર કોસ્ટલ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ 7 વર્ષથી ચાલે છે
ભાદર નદી જસદણ તાલુકાનાં હિંગોળગઢ પાસેથી ગીરીમાળા માંથી નીકળે છે. જુનાગઢ જીલ્લાનાં નવી બંદરગામ પાસે, અરબી સમુદ્રને મળે છે. લંબાઇ 190 કી.મી છે. ભાદર નદીનું સ્ત્રાવ ક્ષેત્ર 7,953 ચો.કી.મી છે. ભાદર નદી અને શાખા પર 15 બંધો છે. ભાદર 1 અને પ્રગતી હેઠળની ભાદર 2 યોજના આવેલી છે. ઉપરાંતમા ભાદર નદીની પ્ર-શાખાઓ પર ફોફળ , છાપરવાડી-1 , છાપરવાડી , વેરી કર્માણ , ગોંડલી , વાછાપરી, ઇશ્વરીયા , સુરવો ,સોડવદર, ઇશ્વરીયા, મોતસર , ફોફળ-2, મોજ, વેણુ2 , સાંક સિંચાઇ યોજનાઓ આવેલી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર અસંખ્ય પુલ આવેલા છે.
આ પણ વાંચોઃ
Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4
Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન કેમ ન મળ્યા?, આ રહ્યા કારણો?
Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા