
દિલીપ પટેલ
Corruption Bridge: આણંદ અને વડોદરા જીલ્લાને જોડતો ગંભીરાનો બ્રિજ તૂટ્યા બાદ ગુજરાતના પુલ ચર્ચાનો વિષય બન્યા છે. ભાજપના રાજમાં અનેક પુલ તૂટ્યા છે. તેમ છતાં નક્કર પગલા લેવાઈ રહ્યા નથી. જેને કારણે નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા છે. અંગ્રેજો અને રાજાશાહીના સમયમાં બનેલા પુલ હજુ પણ અડીખમ છે. જોકે કોંગ્રેસ અને ભાજપ સરકારમાં બનેલા પુલ ભ્રષ્ટાચારને કારણે કડકભૂસ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2019માં ઉપલેટા શહેર અને હાડફોડી ગામને જોડતા પોણા બે કિલોમીટરના રાજાશાહી સમયના પુલને 100 વર્ષ વીત્યા છતાં આજે પણ મજબૂતીમાં ખરો ઉતરી રહ્યો છે. બિલકુલ બાજુમાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલા નવા પુલ પર લોકો વાહન ચાલાવવાને જૂના પુલ પર ચાલવાનું પસંદ કરે છે.
રાજવી સર ભગવતસિંહે ભાદર, વેણુ અને મોજ નદીને પાર કરવામાં સરળ રહે તે ધ્યાને પોણા બે કિલોમીટર લાંબો પુલ બનાવી પ્રજા વત્સલ રાજવીનું દ્રષ્ટાંત પૂરું પાડયું હતું. જ્યારે આજના સમયમાં માર્ગ બને કે તુરત ટોલ ટેક્સ વસુલાત શરૂ થઈ જતું હોય છે. તૂટી જતાં હોય છે. પુલમાં કાળા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક સરખા પથ્થરની ગોઠવણ આજે પણ બેનમૂન છે. જે તે સમયે પુલના પાયામાં શિશુ નાંખવામાં આવ્યું હોય અને માત્ર સામાન્ય ચુનાથી થયેલા વાટા આજે પણ એ પથ્થરને મજબૂતીથી જોડી રાખે છે. પુલ નીચે 192 નાળા બનાવવામાં આવ્યા હતાં. જે રાજવીની દૂરંદેશી દર્શાવે છે.
જુના પુલની માત્ર જાળવણી કરવાથી બીજા 100 વર્ષ ઉપયોગમાં લઈ શકાય તેમ છે. જ્યારે માત્ર બે વર્ષ પહેલાં બનેલો પુલ અને ઠેકેદાર દ્વારા કરાયેલું તકલાદી કામ ચાડી ખાઈ રહ્યું છે.
2017માં જુના પુલની બિલકુલ બાજુમાં સરકાર દ્વારા નવો પુલ બાંધવામાં આવ્યો હતો. તેમાં અનેક ભૂલ અને ક્ષતિ રહી હતી. તેથી લોકો નવા પુલને બદલે જુના પુલ પર ચાલવાનું પસંદ કરે છે. નવા પુલમાં સાંધા યોગ્ય રીતે જોડાયેલા ન હોવાથી તેના પર ચાલતા મુસાફર વાહનમાં મુશ્કેલી પડે છે. યોગ્ય મેન્ટેનન્સ ન થવાથી ડામર પણ ઉખડી ગયો હતો. હાડફોડી ગામ પાસે ગોળાઈ ટૂંકી કરી નખાતા અનેક અકસ્માતો સર્જાયા હતા. નવા પુલ નીચે જરૂરિયાત મુજબ નાળા બનાવવામાં ન આવ્યા હોવાથી ત્રણેય નદીઓના પાણી ખેતરોમાં અને ગામમાં ઘસી જાય છે. જમીન મહિનાઓ સુધી ડૂબમાં જાય છે. સરકારે નવા પુલને બદલે ચેકડેમ બનાવ્યો હોય એવું લાગે છે.
બસ લટકી
26 ડિસેમ્બર 2022માં રાજકોટના ઉપલેટામાં નબળા પુલની દિવાલ કે આડસ તૂટી જતાં ગઢાળાની એસ ટી બસ પુલ પર લટકી પડી હતી. 80 મુસાફરના જીવ જોખમી બની ગયા હતા. બસનો પાછળનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતાં. બસ નીચે પડી હોત તો ઘણાંના મોત થયા હોત. જરા માર્ગ પર દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા મોટા નાળામાં બસ પડતા પડતાં રહી ગઈ હતી. જર્જરિત પુલ તૂટી ગયેલો હતો. મોટી દુર્ઘટના થઈ શકે.
ઉપલેટા – ભાદર નદી
ધોરાજી અને ઉપલેટાને જોડતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભગવતસિંહે બનાવેલા ભાદર નદી પરના પુલમાં ગાબડાં પડ્યાં હતા. જુલાઈ 2018માં વાહન ચાલક માટે જીવ નું જોખમ વધ્યું હોવાથી પુલ બંધ કરાયો હતો. જર્જરીત પુલ પર નાનાં મોટાં વાહનો બે રોકટોક ચાલી રહ્યાં હતા. ગાબડાં પડી ગયાં હતા. રાજાશાહી વખતના જર્જરિત બનેલા પુલને તોડીને ફરી નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષથી ચાલતા પુલ અને રસ્તાના સમાર કામના નિર્માણ બાદ રસ્તો હજુ શરૂ નથી થતો. જેમાં આ રસ્તો શરૂ નહીં થતાં લોકો જાતે જ આ રસ્તા પરથી પસાર થવા લાગ્યા હતા. રસ્તાનું લોકાર્પણ થાય તે પહેલા રસ્તામાં અને પુલમાં ગાબડાઓ પાડવા લાગ્યા.
ઉપલેટા શહેર વિસ્તારથી અન્ય ગામડાઓ જેવા કે ચિખલીયા, મોટીમારડ, સમઢીયાળા, પાટણવાવ, માણાવદર, વંથલી, જૂનાગઢ સહિતના અસંખ્ય ગામડાઓને જોડતા પૂલની હાલત અતિદયનીય હતી.
આ પણ વાંચોઃ
Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5
Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4