
દિલીપ પટેલ, અમદાવાદ
Corruption Bridge: ભાજપ સરકારના રાજમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. તેણે બનાવેલા દરેક રોડ, રસ્તા બ્રિજમાં ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. આ ભ્રષ્ટાચારના લીધે નાગરિકોના મોત થાય છે. તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતુ નથી. ગંભીરા બ્રિજ દુર્ઘટના હોય કે મોરબીની ઝૂલતાં પુલ દુર્ઘટના હોય તેમાં અંતે નાગરિકોને જ જીવ ગમાવવાનો વારો આવ્યો છે.
17 નવેમ્બર 2022માં બાબરા નજીક લુણકી ગામ પાસે જીર્ણ થયેલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરનો પુલ ધરાશાહી થયો હતો. ચાર માસથી પુલમાં ગાબડું હતું. અગાઉ ત્રણ વખત સમારકામ કરાયું હતું. તંત્ર દ્વારા અણદેખી કરવા આવતી હતી. પુલ તૂટી પડવા અંગે ઢાક પીછોડો કરવા યુધ્ધના ધોરણે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી .
બેના મોત – લુણકી ગામ નજીક અન્ય એક પુલ ચારેક વરસ પહેલાં આવી જ રીતે તૂટી પડેલો અને પેસેન્જર ભરેલી મીની બસ પુલમાં ફસાઈ પડેલી જેમાં બે લોકોના મોત અને અનેકને ઇજા થયેલી હતી.
ફોફળ નદી – ખેડૂતોનો દેખાવો
ગોંડલ-જામકંડોરણા વચ્ચેની ફોફળ નદી પર દાયકા જૂનો પુલ ગત વર્ષે તૂટી ગયો હતો આ કારણે લોકોને 26 કિ.મી. ફરવું પડતું હતું. આ અટકાવવા માટે માર્ગ અને મકાન વિભાગે પુલના તૂટેલા ભાગ સુધી માટીનો પાળો કરી નાખ્યો હતો. રાજકોટના ગોંડલ-જામજોધપુર વચ્ચેના ફરીથી તૂટેલા પુલમાં વાહન વ્યવહાર ચાલુ કરાવવા માર્ગ અને મકાન વિભાગે માટીનો પાળો કરવાનું કામ ચાલુ કરતાં જ નદી કાંઠેના રંગપર ગામના રહેવાસીઓએ રસ્તામાં જ તમામ વાહનો અટકાવી દીધા હતા અને પાળો બાંધવા સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોને સમજાવવા પ્રધાન જયેશ રાદડીયાએ જવું પડ્યું હતું. ત્યારે ખેડૂતોએ 300 વીઘા જમીનને બચાવવા દેખાવો કર્યા હતા.
મોરબી પુલ તૂટ્યો 10 હજાર લોકો પરેશાન
મોરબી શહેર અને માળિયાને જોડતા પીપળીયા અને ફગશિયા ગામની વચ્ચે પસાર થતા રસ્તા ઉપરનું પુલ અચાનક ધડાકાભેર તૂટી ગયો હતો. ચાર ગામના 10 હજાર લોકોને પરેશાન થવું પડ્યું હતું. 2019માં દોઢ કરોડના ખર્ચે પાંચ કિલોમીટરનો રસ્તો બનાવાયો હતો. બાઈક ચાલક પણ તૂટેલા પુલિયા પરથી નીચે ખાબક્યો હતો. રેતી ભરીને ઓવરલોડ ડમ્પર પસાર થાય છે. તેના કારણે રોડને નુકસાન થાય છે.
મોરબીમાં ગાળામાં પુલ તૂટ્યો
7 ડિસેમ્બર 2021માં મોરબીના ગાળા ગામમાં પુલ જર્જરિત થયો હતો. ગાબડા પડી રહયા હતા. કેટલોક જર્જરિત ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે.
મોરબી આરટીઓ પાસેના પુલના ગાબડા પુરાયા
2019માં મોરબીના બહારનો રસ્તો આરટીઓ પાસે આવેલ પુલ એકદમ જર્જરિત અને ઉંડા ગાબડા વચ્ચે લોંખડના સળિયા દેખાવા લાગ્યા હતા. પુલ પરના ગાબડા પુરી દેવામાં આવ્યા હતા.
એક પુલ તૂટ્યો, બીજો બન્યોને તૂટ્યો
રાજકોટના જેતપુર તાલુકાના અમરનગર ગામે પુલ પુરના પાણીમાં ધરાશયી થઈ ગયો હતો. બે કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવડાવ્યો. તેમાં માત્ર બે વર્ષમાં કાંકરા દેખાવા લાગ્યા અને પુલની પારાપેટમાં થર્મોકોલ વાપર્યો છે. આ કામમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે. પુલ પર જે કાંકરી દેખાવા લાગી હતી. બે ઇંચનો વીયરીંગ કોટ છે, તે છત ઉપર સરફેસ લીસી કરવા માટે ભરેલ હોય છે.
વિરોધ
7 જૂન 2023માં મોરબી વિસ્તારમાં નીકળતા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ત્રણ ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અનેક ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે. પીપળીયા, અમરેલી અને ગોરખીજડિયામાં અગાઉથી બે ધોરીમાર્ગ છે અને હવે ત્રીજો નવો ધોરીમાર્ગ નાખીને ખેડૂતોની આજીવિકા છીનવવાન પ્રયાસ થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. જાણ કે નોટીસ ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા આપવામાં આવી નથી. કેટલી કપાત થશે, કઇ રીતે રોડ બનાવવામાં આવશે અને કયા સર્વે નંબર તે અંગે પણ માહિતી પહોંચાડવામાં આવી નથી. યોગ્ય વળતર મળવું જોઈએ. મિનિંગ નથી થઈ.
ડેમના દરવાજા – પુલ તૂટ્યો – સૌકા – લીંબડી
2021 સુરેન્દ્રનગરના વઢવાણના વડોદ ડેમમાંથી 13 ગામા ચેકડેમ ભરવા અને ડેમની મરામત કરવા પાણી ખાલી કરવા માટે દરવાજા ખોલાતા લીંબડી ભોગાવા-2 નદીમાં 960 ક્યુસેક પાણી આવવાના કારણે સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો હતો. ત્રણ ગામના દસ હજાર લોકો સંપર્ક વિહોણા થયા હતા. તંત્ર માટે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવો ગોઝારી ઘટના બની હતી. 8 દિવસ સુધી ઓછું પાણી છોડાયું હોત તો, સૌકા-લીંબડી વચ્ચેનો પુલીયુ બચી જાત. મામલતદાર અને R&Bને પુલ તૂટવાનું કારણ જાણવા તપાસ સોંપી હતી. પાણી છોડવામાં ઉતાવળ કરાઈ હતી છતાં કંઈ ન થયું. ચેકડેમો ભરવા માટે 3 મહિના પહેલા પાણી માંગ્યું પણ પાણી ન આપ્યું. પછી પાણીનો બગાડ કર્યો હતો.
ફરી પુલ તૂટ્યો
1 ઓક્ટોબર 2021માં જામનગરના મોટી ભગેડીનો પુલ ફરી તૂટ્યો, પુલનું સમારકામ કરાયા બાદ ફરી એકવાર તૂટ્યો હતો. ખટારા પાણીમાં ખાબકી હતી.
મછુંદ્રી નદી – પુલમાં ગાબડું
ગીર-ગઢડા તાલુકાના જંગલ વિસ્તારના કોદીયા ગામનો મછુંદ્રી નદીના પુલ પર ગાબડું પડ્યું હતું. ખટારો ફસાયો હતો. ઘણા સમયથી સ્થાનિકોએ આ પુલ નવો બનાવવા માગ કરી હતા. પણ તંત્ર આંખ આડા કાન કરે છે. પુલની હાલત સારી ન હોવાને કારણે તેમને તકલીફનો સામનો કરવો પડે છે. આ સિવાય વનવિભાગના કર્મચારીઓને પણ આ પુલને કારણે હાલાકી પડે છે.
ભાવનગરના મુખ્ય રસ્તાઓ પર ખાડા જ ખાડા અને ભાવનગર-મહુવા ધોરીમાર્ગ બિસ્માર રહેતા આવ્યા છે. ભાવનગર-અમદાવાદ માર્ગ ખરાબ હોય છે.
કુતિયાણા સિમેંટમાં માટી
ડિસેમ્બર 2021માં પોરબંદરના કુતિયાણાના દેવડા ગામે મીણસાર નદી પર બની રહેલા પુલમાં ભ્રષ્ટાચાર અંગે જિલ્લા પંચાયતમાં ફરિયાદો કરવામાં આવી હતી. માટીવાળી રેતીનો ઉપયોગ કરાયો હતો. ફરિયાદ થતાં માટીવાળી રેતીથી થતું બાંધકામ બંધ કરી સારી રેતીનો ઉપયોગ કરી કામગીરી શરુ કરાઈ હતી.
ખંભાળિયાની ઘી નદી
ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર ઘી નદી પરના પુલમાં ગાબડા પડ્યા હતા. જર્જરીત પુલ અકસ્માત નોતરતો હતો. પુલ પર પાણીના નિકાલની કંઈ વ્યવસ્થા નથી. પાણી ભરાય છે. 50 મીટરમાં ડામર ગુમ થઈ ગયો હતો. ગારો, કીચડ અને ખાડા છે. કાર નીચે ખાબકી જાય તેમ હતી.
આબડોરીયા તળાવ પોબંદર
પોરબંદરથી ખંભાળીયા ધોરીમાર્ગ પર સોઢાણા નજીક આબડોરીયા તળાવ પર નવો પુલ બનાવ્યો હતો. 3 મહિનામાં 4 વાર સમારકામ કરાયું હતું. તળાવ પર સાંકડો પુલ હોવાના કારણે વાહનચાલકોને પરેશાની થતી રહી. પુલ પહોળો કરવાની માંગ થતાં પહોળો કરાયો હતો. સીસી રોડમાં ચાર વખત ગાબડા પડી ગયા હતા. ભ્રષ્ટાચાર થયો હોવાથી તાત્કાલીક યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તેવી માંગણી હતી.
ગીરગઢડા પુલમાં ગાબડું
21 એપ્રિલ 2023માં ઉના નજીકના ગીરગઢડાના જુના ઉગલા ગામના પુલ ઉપર ગાબડુ પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટદાર દ્રારા ચાલતુ હોય અને ગામમાં લોકોને પડતી મુશ્કેલીઓ માટે વહીવટીદારને જાણ કરે છે.
વિસળિયા ગામનો માર્ગ
અમરેલી-ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગનું કામ ખેડૂતોએ બંધ કરાવી દેવાયું હતું. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિસળિયા ગામના લોકો મોટી સંખ્યામાં ધોરીમાર્ગના ચાલતા કામ પર પહોંચી ગયા હતા. ગામનો સર્વિસ રોડ નહીં બનાવતી હોય વિવાદ સર્જાયો હતો. અગાઉ સર્વિસ રોડની માગણી કરી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળના કર્મચારીઓ તેમને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરતા હતા.
સોમનાથ માર્ગના પુલના ગર્ડર તૂટી પડ્યા
ભાવનગર વેરાવળ માર્ગ 18 માર્ચ 2013માં NH-8Eને ચાર-માર્ગીય બનાવવાની મંજૂરી આપી હતી. બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) (ટોલ) મોડમાં ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) ધોરણે. ખર્ચ રૂ. 3338.86 કરોડ હોવાનો અંદાજ હતો. જેમાં જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન અને અન્ય પૂર્વ-નિર્માણ પ્રવૃત્તિઓના ખર્ચ માટે રૂ. 556.9 કરોડનો સમાવેશ થાય છે. રોડની કુલ લંબાઈ 259.98 કિમી છે.
ભારે ટ્રાફિક માટે દરિયાકાંઠાના વિસ્તારનો એક મહત્વપૂર્ણ કોરિડોર છે, જેમાં અનેક બંદરો આવેલા છે. આ યોજના ગુજરાતના આ વિસ્તારના સામાજિક-આર્થિક ઉત્થાનમાં પણ મદદ થવાનો હતો.
ગર્ડર તૂટ્યા
2 માર્ચ 2023માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ દાતરડી તેમજ હિંડળામાં પુલના ગડર તૂટવા મામલે વિવાદમાં આવી ચૂક્યો હતો. અમરેલીના રાજુલામાં ભાવનગર-વેરાવળ ધોરીમાર્ગ વાળો પુલ નિર્માણાધિન ધરાશાયી થયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ શરૂ થાય તે પહેલા જ પુલ ધરાશયી થયો છે. ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ઘોર બેદરકારી હતી. ગર્ડર તૂટી પડ્યા હતા. કામગીરીની લઈને અનેક સવાલો ઉઠ્યા છે.
હિરણ નદી
જુલાઈ, 2020માં ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-ઉના રોડ ઉપર આવેલા હિરણ નદીનો પુલ જર્જરીત થઈ ગયો હોવાથી ગમે ત્યારે ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાય તેવી સંભાવના હતી. ગીર સોમનાથ જિલ્લાને ત્રણ જિલ્લા સાથે જોડતા આ વિશાળ પુલને રીપેર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ સર્જાય એમ હતી. પુલને સત્વરે રીપેર કરવાની માગણી હતી.
અડધા પુલનું લોકાર્પણ
10 જુલાઈ 2022માં રાજકોટના જેતપુરમાં નવાગઢ પાસે ભાદર નદી પરના નેશનલ હાઈ વેના 2016માં બનેલા પુલની એક બાજુ દોઢ વર્ષ પૂર્વે સમારકામ કરાયું હતું. તેને ફરીથી નુકસાન થયું હતું. 5 કિલો મીટર સુધી ટ્રાફિક જામ રહેતો હતો. કામમાં તો ભ્રષ્ટાચાર થયો જ હતો. પણ રીનોવેશનના કામમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો સામાજિક આગેવાનોએ કર્યા હતાં. પુલને સમારકામ કરીને વાહન વ્યવહાર માટે કાર્યરત કરવાના કોઈ પગલાં લેવાતાં ન હતાં. ટ્રાફિકજામ દરમિયાન પોરબંદરના ભાજપના સાંસદ રમેશ ધડુક આ પુલના ટ્રાફિકજામમાં ફસાઈ જતા તેઓએ હાઈ-વે ઓથોરીટીના અધિકારીઓને સ્થળ પર બોલાવીને પુલને ચાલુ કરાવવા તાકીદ કરી હતી. પુલ કાર્યરત ન થાય ત્યાં સુધી કોઈ વાહનચાલકોએ ટોલટેક્ષ પણ ન ભરવો તેવું ઉપસ્થિત લોકોને અધિકારીઓની હાજરીમાં કહ્યું હતું. સાંસદની વાતને હળવાશમાં લઈને હાઇ-વે સત્તામંડળ દ્વારા નિયત ટોલટેક્સના ઉઘરાણા ચાલુ જ હતા. છ મહિનામાં સમારકામ કરીને પુલની બાજુનું સાંસદસભ્ય દ્વારા બીજી વાર લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણને માંડ દોઢેક વર્ષ જ થતા પુલમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાનું બહાનું ધરી પુલને હાઈ-વે ઓથોરીટી દ્વારા ફરીથી બંધ કરી દેવામાં આવ્યો હતો. બંધ થયેલ પુલ પર જોતા વચ્ચેથી બેસી ગયો. ખાડા પડી ગયા. જે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. સમારકામમાં પણ ભ્રષ્ટાચાર થયો હતો.
તારાપુર સાબતમતી નદી પુલ તૂટ્યો
ડિસેમ્બર 2018માં વટામણથી ગલિયાણાથી તારાપુરના સાબરમતી નદીના પુલને નુકશાન થયું હોવાથી લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. પુલ પર રોજ 30 હજાર વાહનોની અવરજવર થતી હતી. વૈકલ્પિક રસ્તો તારાપુર – વૌઠા – ધોળકા – બગોદરા, તારાપુરથી લોકો વધુ 38 કિલોમીટર ફરીને જવા લાગ્યા હતા. તારાપુર-વટામણ-બગોદરા ધોરીમાર્ગ સ્થિત સાબરમતી નદી પરના પુલને પોલીસે બંધ કરવામાં આવ્યો હતો. જર્જરિત ગલિયાણા પુલનો છત ખરી પડતા પુલ કાયમી બંધ કરાયો હતો. અંગ્રેજોના શાસનમાં બનાવેલા પુલની અવધિ બે દાયકાથી પૂરી થઈ ગઈ હતી.
2008માં બીજો પુલ બનાવવાની મંજૂરી અપાઈ હતી. નવા પુલની કામગીરી ન થતાં 10 વર્ષથી જર્જરિત પુલ ચાલુ રખાયો હતો. બે વર્ષ અગાઉ પુર આવતા પુલ અડધો ફૂટ બેસી ગયો હતો. શનિવાર રાત્રે ગલિયાણા પુલનો છત ના પોપડા ઉખડતા બંધ કરી દેવામાં આવ્યો હતો. મચલાવ નાળું બનાવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર માટે એક માસ સુધી ખેડા ધોળકા માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ
Corruption Bridge: ભાજપના રાજમાં બ્રિજોની હાલત તો જુઓ…| PART- 8
Corruption Bridge: ધોરાજીમાં પુલ 2021માં તૂટ્યા પછી 4 વર્ષે નવો પુલ ન બન્યો | PART- 7
Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5
Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4






