
બાઈક સ્લીપ થવાથી રાજકોટ જીલ્લામાં જેતપુરના થાણા ગાલોલ ગામ પાસે પસાર થતી ભાદર કેનાલમાં દંપતી પડી ગયું હતુ. બાઇકસવાર દંપતી કેનાલમાં પડતાં પાછળ બેઠેલી મહિલાનું મોત થયું હતું.જ્યારે તેમના પતિનો આબાદ બચાવ થયો છે.
થાણા ગાલોલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બાઇક સ્લીપ થતા દંપતી કેનાલમાં ખાબકયું હતુ. દંપતી બાઇક લઈને વાડીએ જતુ હતુ. તે સમયે આ ઘટના ઘટી છે. કેનાલમાં દંપતી ખાબકતા પતિ ગોપાલભાઈ ઊંધાડનો બચાવ થયો છે. પત્નિ ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત થયું છે. રંજનબેનન નામની મહિલાનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી છે.
દંપતી સુરતથી પોતાના વતન થાણા ગાલોલ ગામે તાજેતરમાં જ આવ્યું હતુ. હાલ પાલિકાના ફાયર ફાઇટર અને સ્થાનિકોએ કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે. દંપતી કેનાલમાં ખાબકતા લોકોના ટોળેટોળ્યા ઉમટ્યા હતા. જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલમાં પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.