
ત્રણ દશકાથી પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સત્તા ઉપર બિરાજમાન છે. તો ગુજરાતના વિકાસ મોડલ થકી જ કેન્દ્રની ખુરશી સુધી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી શક્યા છે. જોકે, ગુજરાતમાં હજું પણ છેવાડાના અનેક એવા વિસ્તારો છે, જ્યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં વર્તમાન સરકાર નિષ્ફળ રહી છે.
વાત જાણે તેમ છે કે, વલસાડનાં ધરમપુરનાં ઢાંકવડ કુઈલીપાડા ખાતે રોડ-રસ્તાઓના અભાવના કારણે 108 ઈમરજન્સી સેવા ઢાકવડ સુધી પહોંચી શકી ન હતી. ત્યારે મહિલાને ઝોળીમાં 3 કિલોમીટર ચાલીને ગ્રામજનો હોસ્પિટલ લઈ જવા માટે મજબૂર બન્યા હતા. જોકે, બન્યું એમ કે, રસ્તા વચ્ચે જ મહિલાએ બાળકને જન્મ આપી દીધો હતો.
તો ગુજરાતના શરમજનક વિકાસ અને આદિવાસી વિસ્તારને નજર અંદાજ કરવાની સરકારની નીતિ સહિત વર્તમાન મુદ્દા અંગે વિસ્તારથી જાણકારી આપી રહ્યા છે ધ ગુજરાત રિપોર્ટના એડિટર મયુર જાની…