
Batsman Death in Panjab: છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટના મેદાન પર દુ:ખદ ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને સ્થાનિક ક્લબ કે મેદાનમાં રમતી વખતે ખેલાડીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. હવે પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. મળતી માહિતી મુજબ ગુરુહર સહાય શહેરના DAV સ્કૂલના મેદાનમાં આ ઘટના બની છે.
જાણો આખી ઘટના
પંજાબમાં સિક્સ ફટકાર્ય બાદ યુવકને આવ્યો હાર્ટ એટેક pic.twitter.com/kJkAogGBYc
— The Gujarat Report (@TGujarat_Report) June 29, 2025
રવિવાર, 29 જૂનના રોજ સવારે ગુરુહર સહાય વિસ્તારમાં DAV સ્કૂલના મેદાન પર ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન હરજીત સિંહ બેટિંગ કરી રહ્યો હતો. તેૃણે સફેદ અને કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. મેચ દરમિયાન તેણે એક બોલ પર જોરદાર સીક્સર ફટકારી હતી.
આ પછી તે એકાએક ક્રીઝ પર બેસી ગયો. જેથી મેદાન પર હાજર સાથી ખેલાડીઓ તેની પાસે આવ્યા અને તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં હરજીત બેભાન થઈ ગયો હતો. કેટલાક ખેલાડીઓએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો જીવ ના બચી શક્યો. અંતે તેનું મોત થઈ ગયું. કહેવાય છે કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મેચ દરમિયાન હરજીત સારી બેટિંગ કરી રહ્યો હતો. તે 49 રન પર બેટિંગ કરી રહ્યો હતો. હરજીત સુથારીનું કામ કરતો હતો.
મુંબઈમાં પણ આવી જ ઘટના બની
ગયા વર્ષે જૂન મહિનામાં, મુંબઈમાં એક મેચ દરમિયાન સિક્સર માર્યા બાદ એક બેટ્સમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. મુંબઈના કાશ્મીરા વિસ્તારમાં એક બોક્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવકે જોરદાર સિક્સર ફટકારી હતી. આ પછી તે તરત જ જમીન પર પડી ગયો. જ્યારે મેદાન પર હાજર અન્ય યુવાનો કંઈ સમજી શક્યા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ દિવસોમાં, ભારતમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.