
દરિયાકિનારેથી નશીલા પદાર્થ અને સોનાની દાણચોરી તથા હથિયારો ઘુસાડવાની પ્રવૃત્તિઓતો થતી હતી પરંતુ હવે સસલાઓની ગેરકાયદેસર હેરફેરનું કૌભાંડ બહાર આવ્યું છે. જામનગરમાં જીવદયા પ્રેમીઓએ સસલાઓની હેરાફેરીનું મોટું કૌભાંડ ખુલ્લુ કર્યું છે. કોલકતાથી જામનગર સુધી ટ્રેન મારફતે લોખંડની જાળીવારા બોકસમાં 80 સસલાઓની હેરાફેરી ઝડપાઈ છે. સસલાઓની ક્રૂર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચોઃ BANASKANTHA: ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા
ગત મોડી રાત્રે જામનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ અને જીવદયા પ્રેમીઓની ટીમે એક શંકાસ્પદ પાર્સલની તપાસ કરી, જેમાંથી લોખંડની જાળીવાળા બોક્સમાં ભરેલા 80 સસલા મળી આવ્યા હતા. આ ક્રૂર હેરાફેરીમાં 8 સસલાઓના મોત નિપજ્યા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે આ હેરાફેરી અઠવાડિયામાં ચારથી પાંચ વખત નિયમિત રીતે થતી હતી. પાર્સલ મંગાવનાર વ્યક્તિનો સંપર્ક કરવામાં આવતા તેણે પાર્સલની માલિકી નકારી કાઢી હતી. બચી ગયેલા સસલાઓને માછલી ઘર ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જીવદયા પ્રેમીએ શું કહ્યું?
આ પણ વાંચોઃ SURAT SUCIDE: બાળકીના આપઘાતમાં નવો ખુલાસો, CCTV સામે આવ્યા, કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીનીને …