
Dahod: દાહોદ જિલ્લા કોંગ્રેસમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી પહેલાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સમિતિના પ્રમુખ સુરેશ ભુરીયાએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, જેનાથી પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસમાં ફરી એક ધડાકો
સુરેશ ભુરીયાએ કોંગ્રેસમાંથી રાજીનામાનું કારણ જણાવતાં કહ્યું કે, જિલ્લા કોંગ્રેસમાં કાર્યકર્તાઓની વ્યથા સાંભળવા માટે કોઈ તૈયાર નથી, જેના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું. આ ઘટના દાહોદ જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદનું તાજું ઉદાહરણ છે.
સુરેશ ભુરીયાનું રાજીનામું પક્ષ માટે મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ દાહોદ જિલ્લા કોંગ્રેસના સેવાદળના પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું, અને હવે સુરેશ ભુરીયાનું રાજીનામું પક્ષ માટે વધુ એક આંચકો ગણાય છે. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હોવા છતાં, પક્ષના આગેવાનોના રાજીનામાઓથી કોંગ્રેસની સ્થિતિ નબળી પડી રહી છે.
ચૂંટણીમાં કોંગ્રેસને થઈ શકે છે મોટું નુકસાન
આ ઘટનાએ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને કાર્યકર્તાઓની નારાજગીએ પક્ષની એકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક નેતાઓના મતે, જો આ સ્થિતિ ન સુધરે તો ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે છે. દાહોદમાં ભાજપની મજબૂત સ્થિતિની સામે કોંગ્રેસ માટે આગામી ચૂંટણીઓમાં પડકારો વધી ગયા છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!