Dahod: RTO ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઇવરને નિર્દયતાથી માર્યો, શું અધિકારી સામે કાર્યવાહી નહીં થાય?

Dahod: ઇન્દોર-અમદાવાદ હાઇવે પર દાહોદના RTO ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓ દ્વારા ટ્રક ડ્રાઇવરને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં RTO ઇન્સ્પેક્ટર ટ્રક ડ્રાઇવરને લાકડી વડે ગંભીર રીતે મારતા જોવા મળે છે. આ ઘટના 4 જુલાઈના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામ નજીક બની હતી.

RTO ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઇવરને નિર્દયતાથી માર્યો

મળતી માહિતી અનુસાર, દાહોદ RTOમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર વી. કે. પરમાર અને તેમના બે સાથી કર્મચારીઓએ મુંબઈથી દિલ્હી જઈ રહેલા ટ્રકનો પીછો કર્યો હતો. ટ્રક રોકવા માટે તેઓએ બેરિકેડ ફેંક્યા, જેના કારણે ટ્રકનું આગળનું ટાયર પંચર થયું. આ પછી ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓએ ટ્રક ડ્રાઇવર નાસીરભાઈને કેબિનમાંથી બહાર ખેંચીને લાકડી વડે નિર્મમ રીતે માર માર્યો. વાયરલ વીડિયોમાં ડ્રાઇવર પીડાથી ચીસો પાડતો અને કણસતો જોવા મળે છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ ઘટનાનો વીડિયો એક રાહદારીએ ઉતારી લીધો અને સોશિયલ મીડિયા પર શેર કરતાં આ મામલો પ્રકાશમાં આવ્યો. વીડિયો બનાવનાર વ્યક્તિએ ઇન્સ્પેક્ટરને મારપીટનું કારણ પૂછ્યું, પરંતુ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં અને ઉલટાનું સવાલ કર્યો, “તમે કોણ છો?” ડ્રાઇવર અને વીડિયો બનાવનારે ઇન્સ્પેક્ટર પર દાદાગીરી અને રોફ જમાવવાનો આરોપ લગાવ્યો છે.

પીડિત ડ્રાઈવરે શું કહ્યું ? 

આ મામલે પીડિત ડ્રાઈવર નાસીરે ભથવાડા ટોલ બુથ પાસે RTO અધિકારીઓ એન્ટ્રીના નામે ટ્રક ચાલકો પાસે ઉઘરાણું કરતા હોવાનો આરોપ લગાવ્યો છે તેણે કહ્યું કે, તે પર એન્ટ્રીએ હજાર રુપિયા લે છે અને તે દર મહિને 3 હજાર રુપિયા એન્ટ્રી આપે છે. આ વખતે એક દમ તેઓ આવ્યા અને માર મારવા લાગ્યા, મારી ગાડીની સામે બેરિયર નાખ્યા જેના કારણે ગાડીનું ટાયર ફાટી ગયું છે અને 30 હજાર રુપિયાનું નુકસાન થયું છે તેમ ડ્રાઈવરે જણાવ્યું હતું.

 ડ્રાઇવર સામે કાર્યવાહી

બીજી તરફ, RTO ઇન્સ્પેક્ટરે આરોપોને નકારતા દાવો કર્યો કે ટ્રક ડ્રાઇવરે ટ્રક રોકી ન હતી, એટલે તેને ફક્ત ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનાને પગલે ડ્રાઇવર સામે જોખમી રીતે વાહન ચલાવવા બદલ દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, પીપલોદ પોલીસ સ્ટેશનમાં સરકારી કામગીરીમાં અડચણ રૂપ થવાની ફરિયાદ પણ નોંધાઈ છે.પરંતુ ડ્રાઈવરને માર માર RTO અધિકારી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ.

RTO ઇન્સ્પેક્ટર સામે શું પગલા લેવાઈ શકે છે?  

આ ઘટનામાં RTO ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓ સામે ગંભીર આરોપો લાગ્યા છે. ટ્રક ડ્રાઈવરને માર મારવા મામલે RTO ઇન્સ્પેક્ટર સામે ભારતીય દંડ સંહિતા હેઠળ, મારપીટ, ગંભીર ઇજા પહોંચાડવી, અને સરકારી કર્મચારી દ્વારા સત્તાનો દુરુપયોગ જેવી કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. વધુમાં, વાહન ચેકિંગ દરમિયાન હિંસાનો ઉપયોગ ગેરકાયદેસર છે અને આવા  કેસમાં આંતરિક તપાસ અથવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સસ્પેન્શન જેવા પગલાં લેવામાં આવી શકે છે.

RTO અધિકારીને માર મારવાની સત્તા કોને આપી?

જો કે, અહીં સવાલ તે થાય છે RTO અધિકારીને કોને સત્તા આપી કે તે ટ્રક ડ્રાઈવરને આવી રીતે માર મારે ? તેમને કાયદાને હાથમાં કેમ લીધો ? આ ઘટનાએ RTO અધિકારીઓની કામગીરી અને સત્તાના દુરુપયોગ પર સવાલો ઉભા કર્યા છે, અને આ મામલે વધુ તપાસની માંગ ઉઠી રહી છે. ત્યારે આ મામલે આરટીઓ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું…

આ પણ વાંચો:
 
 
 
 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 3 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 6 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 6 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 7 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 9 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ