
Many people died due to alcohol addiction in Gujarat:ગુજરાતમાં હજ્જારો બહેનોનો સુહાગ છીનવાઈ રહ્યો છે અને સરકાર સબ સ્લામતની ડીંગ હાંકે છે ત્યારે, જુઓ ઉડતા ગુજરાતની વાસ્તવિક હકીકત.
જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલની આ મુદ્દે વિસ્તૃત છણાવટ, વીડિયો જોવાનું ચૂકશો નહીં
ગુજરાત નશાખોરીનું એપીસેન્ટર બની ગયું છે,ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પણ તેનો અમલ થતો નથી, અહીં દારૂ અને ડ્રગ્સ છૂટથી મળે છે અને ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.
રાજ્યમાં કાંઠા વિસ્તારો સહિત છેવાડે આવેલા ગામોમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારોમાં દારૂનું વ્યસન ઘર કરી ગયું છે અને દારૂડિયા પતિ ગુજરી જતા અનેક બહેનો નાની ઉંમરે જ વિધવા થઈ રહી છે જેનો ડેટા પણ છે અને રાજ્યના લગભગ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ ખૂબજ પીવાય છે અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહયા ના આંકડા સામે આવી રહયા છે.
બીજી તરફ દારૂ સાથે સાથે રાજ્યમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર પોતે પકડયું હોવાની વાતો કરી વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હાલતો સ્થિતિ એવી છેકે ગુજરાતમાં ‘નશો’ કે પછી નશામાં ‘ગુજરાત?
નશાના સમંદરમાં ડૂબ્યા પછી અનેકના મોત અને વિધવા થતી બહેનોની વધતી સંખ્યા મામલે કોઈ સાંભળવા વાળુ નથી.
નશા મુક્તિ અભિયાન, અવેરનેસ એક્ટિવિટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમ માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ સામે લડાઈ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ પણ બંધ કરી દીધી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે રાજ્યમાં જે સ્થિતિ છે તે અંગે જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી દિલીપ ભાઈ પટેલે હાલની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત છણાવટ કરી છે,જે વીડીયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે આ વીડિયો..
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






