
Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ હોવાનું જણાવી રહ્યા છે,પ્રદૂષણ વધતા 50 ટકા લોકો હાલ વર્ક ફ્રોમ હોમ ફરજ બજાવી રહયા છે,દિલ્હીના ઘાતક પ્રદૂષણને લઈ વિશ્વના અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.
સિંગાપોર હાઈ કમિશને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં પોતાના દેશના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે.બ્રિટેનના FCDO વિભાગે પણ દિલ્હીના ઘાતક વાયુ પ્રદૂષણને આરોગ્ય માટે મોટો ખતરો ગણાવી પોતાના દેશના નાગરિકો ગર્ભવતી મહિલાઓ,હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લેવા અપીલ કરી છે અને બ્રિટિશ બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ભયાનક અસર થઈ શકે તેવી ચેતવણી આપી છે.
કેનેડાએ પણ એડવાઈઝરીમાં દિલ્હીના પ્રદૂષણ માટે પોતાના દેશના નાગરિકોને સાવધ રહેવા સૂચના આપી છે.દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે અને દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરાઈ છે.
બીજીતરફ વિદેશી નાગરિકોને દિલ્હી જતા પહેલા ચેતવણી આપવામાં આવી રહી છે અહીં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે,આમ દિલ્હીનું પ્રદૂષણ હવે વિદેશમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે,દિલ્હીમાં ઘાતક પ્રદૂષણને કારણે બાળકો ઘરોથી બહાર નીકળી શકતા નથી અને ઓફિસોમાં કામ કરતા 50 ટકા સ્ટાફની હાજરી ફરજીયાત બનાવી દેવાઈ છે
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?






