આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ; AAP ચોથી વખત સત્તામાં આવશે કે પછી થશે સત્તા પરિવર્તન

  • India
  • February 8, 2025
  • 0 Comments
  • આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ; AAP ચોથી વખત સત્તામાં આવશે કે પછી થશે સત્તા પરિવર્તન

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. AAP ચોથી વખત સત્તામાં આવશે કે 26 વર્ષ પછી ભાજપ ફરી સત્તા સંભાળે તે અંગેનો નિર્ણય આજે થઇ જશે. દિલ્હીના 11 જિલ્લાઓમાં રચાયેલા 19 મત ગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.

દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં છેલ્લી બે વખતની ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનારી કોંગ્રેસને આ વખતે કેટલીક બેઠકો મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે અનેક એક્ઝિટ પોલમાં ભાજપને સત્તા મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. AAP 2015થી દિલ્હીમાં સત્તા પર છે.

દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સચદેવે દાવો કર્યો છે કે તેમના પક્ષને 50 બેઠકો મળશે. તો બીજી તરફ આપ નેતા ગોપાલ રાયે પણ 50 સીટ જીતવાનો દાવો કર્યો છે. AAPએ એક્ઝિટ પોલના અંદાજોને ફગાવ્યા છે અને દાવો કર્યો છે કે દિલ્હીમાં ફરીથી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

આ પણ વાંચો-

  • Related Posts

    Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!
    • April 21, 2026

    Politics: ભારતમાં રાજકારણ એક એવું ફિલ્ડ છે જ્યાં કોઈ ઉંમરનો બાધ નથી જ્યાં કોઈ એજ્યુકેશન જરૂરી નથી અરે જેલમાં બેઠા બેઠા પણ ચૂંટણી લડી શકાય છે અને તગડો પગાર, VIP…

    Continue reading
    West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!
    • April 20, 2026

    West Bengal: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ગુજરાતમાંથી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

    • April 22, 2026
    • 3 views
    AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

    Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

    • April 22, 2026
    • 8 views
    Satire:  એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

    Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

    • April 22, 2026
    • 5 views
    Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

    PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

    • April 22, 2026
    • 12 views
    PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

    Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

    • April 22, 2026
    • 10 views
    Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

    BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

    • April 22, 2026
    • 4 views
    BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો