
Delhi car bomb attack:દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટની ચાલી રહેલી તપાસમાં પાકિસ્તાનની સાથે સાથે બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી રહ્યું છે.
તપાસ એજન્સીઓને તેના કેટલાક પુરાવા પણ મળ્યા છે.દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પહેલા બાંગ્લાદેશના ઢાકામાં એક ગુપ્ત બેઠક મળી હતી,જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ સૈફ સહિત હિઝબુલ-તહરિરના હેન્ડલર્સ, પ્રતિબંધિત અંસારુલ્લાહ બાંગ્લા ટીમ (ABT) ના સભ્યો સહિત એક વિસ્ફોટક નિષ્ણાત અને બે બાંગ્લાદેશી સરકારી અધિકારીઓ હાજર રહયા હતા.
આ બેઠકમાં ભારતમાં આતંકી હુમલાઓ કરવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ બેઠક સાથે જોડાયેલી એક ટીમ નવેમ્બરની શરૂઆતમાં પશ્ચિમ બંગાળ થઈને ભારતમાં પ્રવેશી હતી અને એબીટી સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા ઘરમાં રોકાઈ હતી.
તપાસ એજન્સીઓ પાકિસ્તાનથી દિલ્હી-એનસીઆરમાં કોઈ વિસ્ફોટક મોકલવામાં આવ્યા હતા કે કેમ?તે દિશામાં તપાસ કરી રહી છે.
ભારતમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડવા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ઢાકામાં થયેલી બેઠકમાં સૈફુલ્લાહ સૈફ ઉપરાંત ઝુબૈર અહેમદ (હિઝબુલ-ઉલ-તહરિરના ઢાકા વડા), ઇબ્તિસમ ઇલાહી ઝહીર (સૈફના નજીકના સહયોગી અને મરકઝીજમિયત-અહલ-એ-હદીસના મહાસચિવ), હાફિઝ શુજાદુલ્લાહ અને હાફિઝ અલી ફઝુલ (અંસારુલ્લાહ બાંગ્લા ટીમના આતંકવાદીઓ) અને અન્ય આતંકીઓ હાજર રહ્યા હતા.
પાકિસ્તાનમાં એક રેલીમાં ભારત વિરોધી ઝેર ઓકતો સૈફુલ્લાહ સૈફનો એક વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.વીડિયોમાં સૈફુલ્લાહ ખુલ્લેઆમ દાવો કરી રહ્યો છે કે લશ્કર-એ-તૈયબાના સભ્યો બાંગ્લાદેશમાં સક્રિય છે અને ભારતમાં હુમલાઓનું આયોજન કરી રહ્યા છે.
તપાસ એજન્સીઓનું માનવું છે કે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાકિસ્તાન-બાંગ્લાદેશનું સંભવિત જોડાણ હોય શકે છે જેના પુરાવા મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે અને તુર્કી કનેક્શનની પણ તપાસ ચાલુ છે
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

.






