Delhi: છાવા ફિલ્મ જોયા બાદ અકબરના નામ પર પેશાબ, શિવાજીનું પોસ્ટર ચોટાડી આપી ધમકી

  • India
  • February 22, 2025
  • 0 Comments

Delhi News: જેણે કેટલાક ગરીબ મુસ્લિમ કચરો ઉપાડનારાઓને બાંગ્લાદેશી કહીને માર માર્યો હતો અને કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારને થપ્પડ મારી હતી, તે શખ્સ દક્ષ ચૌધરી જરાય ખચકાઈ રહ્યો નથી.  તંત્રની ઢીલી કામગીરીને કારણે તેણે ફરી એક દુષ્ટકૃત્ય આચર્યું છે. છત્રપતિ શિવાજી પર આધારિત ફિલ્મ ‘છાવા’ જોયા પછી દિલ્હીમાં અકબર રોડના સાઇનબોર્ડ પર પેશાબ કર્યો અને બાબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવી દીધો છે. દક્ષે તેના કેટલાક મળતિયા સાથે મળીને આ સાઇન બોર્ડ પર શિવાજીના પોસ્ટરો ચોંટાડ્યા અને દૂધથી અભિષેક કર્યો હતો.  તેણે ધમકી આપી હતી કે જો આ રસ્તાઓના નામ નહીં બદલાય તો તેઓ બોર્ડ ઉખેડી નાખશે અને તેને ફેકી દેશે.

દક્ષ અને તેના મળતિયા સાથીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોતાને ગોરક્ષક કહેનાર દક્ષ એક વીડિયોમાં અકબર રોડના સાઇનબોર્ડ પર પેશાબ કરતો જોવા મળે છે. આ પછી, અકબરનું બોર્ડ પરથી અકબરનું નામ ભૂંસી નાખે છે અને ત્યાં શિવાજીનું પોસ્ટર લગાવે છે. બીજા એક વીડિયોમાં, લોકો બાબર રોડના બોર્ડ પર કાળા રંગના ડાઘ લગાવતા જોવા મળે છે. ત્યાર બાદ તેણે તેના પર શિવાજીનું પોસ્ટર પણ ચોંટાડ્યું છે.

અકબર રોડનું નામ બદલવા આપી ધમકી

દક્ષ ચૌધરી ધમકી આપી હતી કે ‘આજથી અકબર રોડનું નામ છત્રપતિ શિવાજી માર્ગ રાખવામાં આવ્યું છે.’ જો તમે રાષ્ટ્રવાદી સરકાર છો તો શક્ય તેટલી વહેલી તકે આ રસ્તાનું નામ બદલો. અમે દેશદ્રોહી નથી, અને એવું કંઈ કરી રહ્યા નથી. આપણે ફક્ત એ લોકો છીએ જેઓ આપણા ધર્મ માટે, આપણા પૂર્વજોની જેમ, તમે બધાએ ‘છાવા’ ફિલ્મમાં જોયું હશે કે શિવાજી મહારાજનું લોહી કાઢવામાં આવ્યું હતું. તેની આંખોમાં ગરમાગરમ લોખંડના સળિયા નાખવામાં આવ્યા હતા, તેમને ખૂબ જ ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યો હતો. આજે આપણું લોહી ઉકળી રહ્યું છે. આ દેશમાંથી આપણે અકબર, બાબર, શાહજહાં અને હુમાયુના નામ ભૂંસી નાખીશું. મારા પર કેસ દાખલ કરો, મને જેલમાં નાખો, હું દરેક રીતે તૈયાર છું. આ વખતે પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે, જો નામ નહીં બદલાય તો બોર્ડ કાઢીને કટરમાં નાખવામાં આવશે.

દક્ષ ચૌધરી કોણ છે?

દક્ષ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં રહી ચૂક્યો છે. દિલ્હીમાં તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે અને તે એક કરતા વધુ વખત જેલમાં ગયો છે. હાલમાં તે જામીન પર બહાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારને થપ્પડ મારી હતી. તેણે દિલ્હીમાં મુસ્લિમોને બાંગ્લાદેશી કહીને માર માર્યો હતો. આ ઉપરાંત, અયોધ્યાના લોકોને દેશદ્રોહી કહ્યા હતા. દક્ષ ચૌધરી ગાઝિયાબાદના ગરિમા ગાર્ડનનો રહેવાસી છે.

Related Posts

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો
  • September 25, 2026

GMADA Sisodia-Satyendar Jain: પંજાબમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GMADAના કામકાજને લઈને પ્રવર્તન નિર્દેશાલયે આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન અંગે ગંભીર આરોપો મૂક્યા છે.…

Continue reading
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
  • September 25, 2026

CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 7 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો