
Delhi Election Result: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના રાજીનામું આપી દીધુ છે. જેથી ઉપરાજ્યપાલે આજે (9 ફેબ્રુઆરી) વિધાનસભાનો ભંગ કરી દીધો છે. પરિણામોના બીજા દિવસે, વર્તમાન મુખ્યમંત્રી સવારે 11 વાગ્યે LG સચિવાલય પહોંચ્યા અને LG વિનય કુમાર સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું છે. આ પછી, LG એ દિલ્હી વિધાનસભા ભંગ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ 70 માંથી 48 બેઠકો જીતીને 26 વર્ષ પછી સત્તા પાછી હાથ વગી કરી છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP) 40 બેઠકો ગુમાવી અને 22 બેઠકો પર સમેટાઈ ગઈ.
આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા
આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા, આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પણ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી, તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આતિશીનો કાર્યકાળ ફક્ત સાડા ચાર મહિના જ ચાલ્યો છે.
આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણી 2025: એવી 14 સીટો જે કોંગ્રેસના કારણે હારી ગઈ આમ આદમી પાર્ટી
આ પણ વાંચોઃ Delhi: અતિશી CM પદેથી આપશે રાજીનામું, હવે કોની તાજપોશી?, AAPનું કોંગ્રેસ સાથે ગઠબંધન હોત તો?
આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી; 40 સીટો સાથે 8થી સીધો 48 ઉપર કૂદકો