
- દિલ્હી ચૂંટણી પરિણામ: 6 રાઉન્ડની મતગણરી પછી અરવિંદ કેજરીવાલ પાછળ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. શરૂઆતના વલણોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. મત ગણતરી ચાલી રહી છે. દિલ્હીમાં કુલ 70 બેઠકો છે અને બહુમતી માટે 36 બેઠકો જરૂરી છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 2013, 2015 અને 2020 માં સરકાર બનાવી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. આતિશી સપ્ટેમ્બર 2024 થી મુખ્યમંત્રી છે. આ પહેલા 1998, 2003 અને 2008માં કોંગ્રેસ જીતી હતી અને શીલા દીક્ષિત મુખ્યમંત્રી બન્યા હતા. 1993માં ભાજપે પહેલી વાર દિલ્હી જીત્યું.
સવારથી જ બધાની નજર તેના પર ટકેલી હતી કે ભાજપ રાજધાનીમાં 27 વર્ષના સત્તાના દુષ્કાળનો અંત લાવી શકશે કે નહીં? તે જ સમયે, કોંગ્રેસ, જે છેલ્લી બે ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી નથી, તેને પણ આ ચૂંટણીથી ઘણી આશાઓ છે.
નવી દિલ્હી બેઠક માટે 13 રાઉન્ડની મતગણતરી થશે. અત્યાર સુધીમાં મતગણતરીના છ રાઉન્ડ પૂર્ણ થયા છે. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ 300 મતોથી પાછળ છે.
કાલકાજીથી ભાજપના રમેશ બિધુરી 2800 મતોથી આગળ છે. વલણોમાં, ભાજપ 41 બેઠકો પર આગળ છે. AAP 29 બેઠકો પર આગળ છે.
આ પણ વાંચો- અમેરિકામાં ગેરકાયદે રહેતા 4200 ભારતીયો વિરૂદ્ધ ચાલી રહી છે તપાસ: ED