
Delhi: દેશમાં અકસ્માતોમાં અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ટપોરીઓના લીધે નિર્દોષ ભોગ બની રહ્યા છે. આજે રવિવારે સવારે નવી દિલ્હીમાં 11 મૂર્તિ પાસે એક ઝડપી ગતિએ આવતી થારે બે લોકોને કચડી નાખ્યા હતા. જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં અકસ્માત થયો તે સ્થળ રાષ્ટ્રપતિ ભવનથી 2 કિલોમીટર દૂર છે.
#WATCH | New Delhi | One person dead, another injured, after they were hit by a car on 11 Murti Road earlier today. The car driver has been detained: Delhi Police pic.twitter.com/uD1QWsEGW7
— ANI (@ANI) August 10, 2025
મળતી માહિતી મુજબ મૃતક રસ્તા પર ચાલી રહ્યો હતો. આ દરમિયાન થારે તેને ટક્કર મારી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ટક્કર બાદ થારે ડિવાઇડર સાથે ટકરાઈ. જેના કારણે થારેનું આગળનું વ્હીલ પણ નીકળી ગયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી એક કલાક સુધી મૃતકનો મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને થાર સવારને કસ્ટડીમાં લઈ લીધો. થારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમ આખી કારની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો