
Delhi Murder Case: દેશની રાજધાની દિલ્હીમાંથી એક ખૂબ જ સનસનાટીભર્યા ખૂની ખેલની ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ તેના પતિ મોહમ્મદ શાહિદની નિર્દયતાથી હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે હવે આ જઘન્ય ગુનો આચરનાર પત્નીની ધરપકડ કરી છે. પતિ-પત્ની બરેલીના વતની છે. આશ્ચર્યજનક વાત એ છે કે પતિની હત્યા કર્યા પછી આરોપી પત્ની આપઘાતની ખોટી વાત ઉભી કરી પોલીસને ગેરમાર્ગે દોરી રહી હતી.
જોકે પોલીસે સંપૂર્ણ તપાસ અને કડક પૂછપરછ કરતાં ભાંડો ફૂટી ગયો. પોલીસનો દાવો છે કે આરોપી મહિલાએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે તેનો પતિ 32 વર્ષિય મોહમ્મદ શાહિદ તેને શારીરિક રીતે સંતોષ આપી શકતો ન હતો, જેથી તેણે પતિને મારી નાખ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આરોપી પત્નીનું નામ 29 વર્ષિય ફરઝાના ખાન છે.
હોસ્પિટલથી ફોન આવ્યો અને હત્યા રહસ્યો ખૂલ્યૂ
આ સમગ્ર મામલો 20 જુલાઈના રોજ સાંજે લગભગ 4:15 વાગ્યે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે પોલીસને દિલ્હીની બહારના નિહાલ વિહાર પોલીસ સ્ટેશનની એક હોસ્પિટલમાંથી ફોન આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ જાણ કરી કે એક મહિલા તેના પતિ સાથે હોસ્પિટલમાં આવી છે, જેના શરીર પર છરીના નિશાન છે અને તે મૃત હાલતમાં છે. આ બાતમી આધારે દિલ્હી પોલીસની એક ટીમ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી. હોસ્પિટલમાં પોલીસને તે જ મહિલા મળી, મહિલાએ કહ્યું કે તેના પતિએ પોતાની જાતે જ છરી મારીને આત્મહત્યા કરી લીધી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખૂલાસો
જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ પોલીસને મહિલાની વાત પર શંકા ગઈ. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે શરીર પર છરીના ઘા એવા નહોતા કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લે. છરીના ઘા જે રીતે હતા તે સ્પષ્ટપણે દર્શાવાત હતા કે યુવકને સામેથી છરી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ પછી પોલીસે તાત્કાલિક આ કેસમાં હત્યાની કલમ હેઠળ FIR નોંધી અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
મોબાઇલ સર્ચ હિસ્ટ્રીએ હત્યાના રહસ્યો ખોલ્યૂ
જ્યારે પોલીસે મોહમ્મદ શાહિદની પત્નીની કડક પૂછપરછ કરી અને તેનો મોબાઈલ ફોન ચેક કર્યો, ત્યારે હવશખોર પત્નીનો ભાંડો ફૂટી ગયો. મહિલાના ફોનની સર્ચ હિસ્ટ્રીમાંથી પોલીસને ચોંકાવનારી માહિતી મળી. પોલીસને ખબર પડી કે મહિલાએ ઇન્ટરનેટ પર ચેટ કેવી રીતે ડિલીટ કરી શકાય છે તે અંગે માહિતી મેળવી હતી. આ સાથે તેણે સલ્ફાસ(એક પ્રકારનું ઝેરી રસાયણ) નો ઉપયોગ કેવી રીતે થાય છે અને તેની અસર કેટલી ઘાતક હોઈ શકે છે તે અંગે પણ સર્ચ કર્યું હતુ.
પતિએ પત્ની શારિરીક ભૂખ ન સંતોષતા કરી હત્યા!
જ્યારે પોલીસે મહિલાની ફરીથી પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેને શારીરિક સંતોષ આપી શકતો ન હતો, તેથી જ તેણે તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું. માહિતી અનુસાર બધી જરૂરી જાણકારી એકત્રિત કર્યા પછી પત્નીએ મોકો જોઈ પતિને છાતી પર ત્રણવાર છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, અને પછી પોતે તેના પતિને હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં આત્મહત્યાની ખોટી વાત કરી. જો કે તેની કાળી કરતૂતની બધી હકીકત સામે આવી ગઈ.
મહિલા કોની સાથે કરતી હતી વાત?
પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી મહિલા કોની સાથે ફોન પર ચેટ કરી રહી હતી, કારણ કે તેણે હિસ્ટ્રીમાંથી ચેટ ડિલિટ કરી છે. પોલીસે હત્યાના આરોપમાં મહિલાની ધરપકડ કરી છે અને હવે તેની વધુ પૂછપરછ કરીને હત્યા પાછળનું સાચુ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલી છરી પણ જપ્ત કરી છે.
આ પણ વાંચો:
Pakistan: પાકિસ્તાન રાખ થતાં બચી ગયું!, શાહીન-3 ન્યૂક્લિયર મિસાઈલ ફાટી, જુઓ
Anand: બાળકી બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બની ગઈ!, જાણો કઈ રીતે?
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન
Akhilesh Yadav: ભાજપના ઈશારે 18 હજાર વોટ ડિલિટ, ચૂંટણી પંચને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
Viral video: ટેબલ પર વંદો જોતાં જ છોકરીએ બર્ગરમાં દબાવી દીધો, પછી જે કર્યું તે જોઈ દંગ રહી જશો!