
Devayat Khavad case: જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ, જે 12 ઓગસ્ટે જુનાગઢના તાલાળા ખાતે અમદાવાદના ધ્રૂવરાજિંહ ચૌહાણ પર હુમલો કરી ફરાર થયો હતો, તેની આખરે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર, ખવડને સુરેન્દ્રનગરના દૂધઈ ખાતે એક ફાર્મહાઉસમાંથી ઝડપી લેવાયો હતો. ચાર દિવસ સુધી પોલીસે તેને શોધવા માટે સઘન તપાસ હાથ ધરી હતી, અને આખરે તે પોલીસના હાથે લાગ્યો.
આખરે દેવાયત ખવડ પોલીસના સકંજામાં
જાણવા મળ્યું છે કે ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી. હવે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે, જ્યાં રિમાન્ડ કે જામીન અંગે નિર્ણય લેવાશે.
શું હતી ઘટના?
આ ઘટનાની શરૂઆત જુનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે થઈ હતી. દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને એક કિયા કાર વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ઘટના દરમિયાન હવામાં ગોળીબારની વાત પણ સામે આવી હતી. આ ઘટના બાદ ખવડ ફરાર થઈ ગયો હતો, જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો.
આ ઘટનાએ લોક સાહિત્યના ક્ષેત્રમાં ખ્યાતિ ધરાવતા દેવાયત ખવડને ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં લાવી દીધો છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું