Bhavnagar: એમ્બ્યુલન્સે યુવકને 6 ફૂટ ઊડાવ્યો, અકસ્માતનો લાઈવ વીડિયો જોઈ તમારા છાતીના પાટીયા બેસી જશે

Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભડી ટોલનાકા નજીક એક ગમ્ખવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ખાનગી એમ્બ્યુલન્સે બે પરપ્રાંતીય યુવકોને અડફેટે લઈને ઉડાવ્યા હતા જ્યારે બે મહિલાઓનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સાઈડ કાપવાની હોડમાં એમ્બ્યુલન્સે યુવકને 6 ફૂટ ઊડાવ્યો

મળતી માહિતી મુજબ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર શુક્રવારે ચિરંજીવી’ નામની ખાનગી એમ્બ્યુલન્સ (નંબર GJ-04 AW-5128) તળાજા તાલુકાથી એક દર્દીને ભાવનગર મૂકીને પરત ફરી રહી હતી. ત્યારે ભાવનગર નજીક આવેલ ભડી ટોલનાકા પાસે પહોંચતા, એમ્બ્યુલન્સના ચાલકે અચાનક ડાબી સાઈડમાં જઈને ગફલતભરી રીતે સાઇડ કાપવા માટે વાહનનું સ્ટીયરિંગ ફેરવીને રોડની બાજુમાં ઊભેલા બે યુવકોને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતા.

બંને મજૂરોને સામાન્ય ઇજાઓ

 આ બંને યુવકો પરપ્રાંતીય મજૂર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નજીકમાં ઉભેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત સમયે બંને યુવકોની નજીક બે મહિલાઓ પણ ઊભી હતી. સદભાગ્યે, એમ્બ્યુલન્સની અડફેટમાં આવતા તેઓ આબાદ બચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં બંને મજૂરોને સામાન્ય ઇજાઓ થવા પામી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકો ફંગોળાઈને દૂર સુધી પટકાયા હતા.

 ઘટનાના સીસીટીવી ફૂટેજ  આવ્યા સામે

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. એમ્બ્યુલન્સ ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાતી હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 અહેવાલ: નિતીન ગોહેલ 

આ પણ વાંચો 

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ

UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું

Sofiya Qureshi-Vyomika Singh In KBC: આઝાદ ભારતમાં પહેલીવાર સેનાની વર્દી પહેરી ટીવીના મનોરંજક કાર્યક્રમમાં જવાની પરવાનગી આપતી મોદી સરકાર

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

  • September 21, 2026
  • 4 views
Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

  • September 21, 2026
  • 3 views
Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

  • September 21, 2026
  • 6 views
Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

Youth Unemployment India: દેશના 250 જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET, સરકારી સર્વેમાં રોજગાર અને શિક્ષણ અંગે ચિંતાજનક સ્થિતિ

  • September 21, 2026
  • 11 views
Youth Unemployment India: દેશના 250 જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET, સરકારી સર્વેમાં રોજગાર અને શિક્ષણ અંગે ચિંતાજનક સ્થિતિ

Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

  • September 20, 2026
  • 11 views
Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

  • September 20, 2026
  • 7 views
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું