
Maharashtra-Politics: મહારાષ્ટ્રમાં હવે સત્તાધારી ગઠબંધનમાં ડખ્ખાઓ શરૂ થઈ ગયા છે અને ભાજપ અને શિવસેના દ્વારા સામસામે આવી ગયા છે, હાલ જાહેરસભાઓમાં ખુલ્લેઆમ એક બીજાને કાપવાની વાતો છતી થઈ રહી છે. અત્યાર સુધી નેતાઓના પક્ષપલટા સહિતના મતભેદો ખૂબ ચાલ્યા છતાં અત્યાર સુધી શાંત બેઠેલા દેવેન્દ્ર ફડણવીસે પણ આખરે શિવસેના પર નિશાન તાકવાનું શરૂ કરતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે.
મહત્વનું છે કે પાલઘર જિલ્લામાં નગર પંચાયતની ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન ભાજપે શિવસેનાના કેટલાક કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં સામેલ કરી દેતા મુખ્યમંત્રી એકનાથ શિંદે નારાજ થઈ ગયા હતા અને આ ઘટના બાદ તેઓએ ભાજપનું નામ લીધા વગર કટાક્ષ કર્યો, “રાવણ પણ અહંકારી હતો અને તેની લંકા પણ બળીને ખાખ થઈ ગઈ હતી આવુજ 2 ડિસેમ્બરે (ચૂંટણીના દિવસે) કરવાનું છે.” શિંદેનો આ ઈશારો સીધો જ ભાજપ તરફ હોય એ નિવેદને ગઠબંધનમાં આગ ચાંપી દીધી છે અને વિવાદ વધી ગયો છે.
શિંદેના નિવેદન બાદ ફડણવીસનો પણ વળતો પ્રહાર કહ્યું,’લંકા તો અમે જ બાળીશું!’આમ, શિંદેના ‘લંકા’ વાળા નિવેદન પર ફડણવીસ બગડ્યા હતા અને વળતો પ્રહાર કર્યો હતો અને શિંદેના નામ લીધા વગર કહ્યું, કે”જે લોકો અમારા વિશે ગમે તે બોલે છે, તેમની અવગણના કરો, તેઓ કહી શકે છે કે અમારી લંકા બાળશે પણ અમે લંકામાં નથી રહેતા. અમે ભગવાન રામના અનુયાયી છીએ, રાવણના નહીં! “અમે ‘જય શ્રી રામ’ બોલનારા લોકો છીએ.
અમે પ્રભુ શ્રીરામ મંદિર પર ધર્મધ્વજા લહેરાવી છે. અમે ભગવાન રામની પૂજા કરનારી પાર્ટીના લોકો છીએ.લંકા તો અમે જ બાળીશું!”ફડણવીસના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું કે ભાજપ હવે શિવસેનાના દબાણમાં આવવા તૈયાર નથી આમ,મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં ભંગાણ પડી ગયું છે જે હવે જાહેરમાં જોવા મળી રહ્યું છે.
ભાજપ દ્વારા શિવસેનાના કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં સામેલ કરાતા શિવસેનાને માને છે કે ભાજપ તેના સંગઠનને નબળું પાડવાનું કામ કરી રહ્યું છે જેના વિરોધમાં તાજેતરમાં શિવસેનાના મંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા.
આ બબાલને લઈ એકનાથ શિંદે દિલ્હી જઈ અમિત શાહને પણ મળ્યા હતા જ્યાં તેમને ભરોસો અપાયો હતો કે જો શિવસેના ભાજપના નેતાઓને નહીં તોડે તો ભાજપ પણ આવું નહીં કરે, જોકે,તે સમજૂતીની કોઈ અસર દેખાતી નથી અને ગઠબંધનની અંદરનો સત્તા સંઘર્ષ અને અવિશ્વાસ હવે જાહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં નવજુની થવાના સંકેત જોવા મળી રહયા છે.
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!







