અમરેલી લેટરકાંડ બાબતે દિલીપ સંઘાણીનો મુખ્યમંત્રીને પત્ર; કહ્યું- નાર્કો ટેસ્ટ કરાવો

  • Gujarat
  • February 3, 2025
  • 2 Comments
  • અમરેલી લેટરકાંડ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
  • બીજેપીના દિગ્ગજ નેતાનો ભૂપેન્દ્ર પટેલને પત્ર

અમરેલી લેટરકાંડને લઈ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ (BJP) નેતા દિલીપ સંઘાણીએ (Dileep Sanghani) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.

દિલીપ સંઘાણીએ અમરેલી લેટરકાંડ મામલે હાઈકોર્ટનાં (High Court) સીટિંગ અથવા નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવાની માગણી કરી છે.

આ સાથે જ સંઘાણીએ અમરેલી કાંડ સાથે જોડાયેલા તમામ લોકોનાં નાર્કો ટેસ્ટHigh Court કરવાની માગ પણ કરી છે, તે સાથે જ તેમણે કહ્યું છે કે, હું પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું.

અમરેલી લેટરકાંડ મામલે હવે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી કે આ કેસમાં હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવવી જોઈએ.

આ પણ વાંચો- ગોધરા કાંડમાં દોષી સલીમ જર્દા પુણેમાં ચોરી કેસમાં પકડાયો

વધુમાં પત્રમાં લખ્યું છે કે, પોલીસ કસ્ટડીમાં ભાજપનાં નેતાઓનું નામ આપવા અંગેનું મનિષભાઇ વઘાશિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ બાબત અત્યંત ગંભીર કહી શકાય.

દિલીપ સંઘાણીએ પોતાના પત્રમાં આશંકા વ્યક્ત કરતાં કહ્યું છે કે, અમરેલી પોલીસે (Amreli Police) પોતાની જાતે, પોલીસનાં કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીનાં કહેવાથી આ કાર્યવાહી કરી હોઈ શકે છે.

તેમણે પત્રમાં કહ્યું કે, કોઈ સામાન્ય વ્યક્તિનાં ઇશારે પોલીસ આવા પ્રકારનું કૃત્ય ન જ કરે.

દિલીપ સંઘાણીએ પત્રમાં આગળ લખ્યું કે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવાદેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું.

આ સાથે જ તેમણે પોતાના લેટરમાં કહ્યું છે કે જ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલી અન્ય 2-4 વ્યક્તિનાં પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ, જેથી હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.

આ સાથે દિલીપ સંઘાણીએ પત્રમાં આ કેસની તપાસ હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા કરવામાં આવે તેવી માગ પણ કરી છે.

આ પણ વાંચો- બજેટ 2025: ભારતે કયા પાડોશીને આપી કેટલા કરોડ રૂપિયાની મદદ; શું છે હેતુ?

Related Posts

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
  • October 28, 2025

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

Continue reading
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી
  • October 28, 2025

Swaminarayan Controversy: વડતાલ સ્વામિનારાયણ મંદિર, જે હિન્દુ ધર્મનું પ્રતિષ્ઠિત કેન્દ્ર માનવામાં આવે છે, તાજેતરમાં વિવાદોના કેન્દ્રમાં છે. સાધુઓ પર લગાતા ગંભીર આરોપો જેમ કે મહિલાઓ સાથે અયોગ્ય વર્તન, દુષ્કર્મ, સૃષ્ટિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 6 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 3 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 13 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 15 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 14 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 19 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ