
Disha Salian: હાલ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોતનો મામલો ચર્ચાની એરણે છે. મોત સબંધિત રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. દિશાના પિતાએ પોતાની પુત્રીને ન્યાય મેળવવા માટે એક નવી લડાઈ શરૂ કરી છે. તેમણે શિવસેના નેતા આદિત્ય ઠાકરે, રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા અને સૂરજ પંચોલી વિરુદ્ધ FIR નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂત કેસમાં 5 વર્ષ પછી ક્લીનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે હત્યા નહીં પણ આત્મહત્યા હતી. જેથી સુશાંત સિંહ રાજૂપૂતના કેસને બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે હવે સુશાંતની મનેજરના મોત મામલે પિતાએ 4 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
આદિત્ય ઠાકરે સહિત 4 સામે FIR
દિશાના પિતા સતીશ સલિયને આ ચારેય વિરુદ્ધ મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે. જેમાં તેમણે આદિત્ય ઠાકરે, રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા અને સૂરજ પંચોલી વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાના આરોપસર કેસ દાખલ કર્યો છે. તેમના વકીલે કહ્યું છે કે આ ફરિયાદ સંયુક્ત પોલીસ કમિશનરે સ્વીકારી લીધી છે. દિશાના પિતાના વકીલે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે પરમવીર સિંહ આ કેસનો માસ્ટરમાઈન્ડ છે. તેમણે આદિત્ય ઠાકરેને બચાવવા માટે આ ખોટી વાર્તા બનાવી છે. તેમણે કહ્યું કે NCB રિપોર્ટ સાબિત કરે છે કે આદિત્ય ઠાકરે ડ્રગ્સના વેપારમાં સામેલ હતા. આનો ઉલ્લેખ FIRમાં કરવામાં આવ્યો છે.
2020માં દિશાનું થયું હતુ મોત
દિશા સલિયનનું મૃત્યુ 8 જૂન, 2020ની રાત્રે મુંબઈમાં થયું હતું. તે સમયે તે એક પ્રખ્યાત ટેલેન્ટ મેનેજર હતી અને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર તરીકે જાણીતી હતી. રિપોર્ટ્સ અનુસાર, દિશા મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારતના 14મા માળેથી પડી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે તેના મૃત્યુને આત્મહત્યા તરીકે નોંધ્યું હતું અને પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે તે ઘટના પહેલાં એક પાર્ટીમાં હાજર હતી, જ્યાં તેણે દારૂનું સેવન કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઊંચાઈએથી પડવાને કારણે થયેલી ઇજાઓ જ મૃત્યુનું કારણ હોવાનું દર્શાવાયું હતું.
જોકે દિશાના મૃત્યુને લઈને ઘણાં વિવાદો અને અટકળો ઉભી થઈ છે, ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ (14 જૂન, 2020) પછી, જે દિશાના મૃત્યુના માત્ર થોડા દિવસો બાદ થયું હતું. કેટલાક લોકોએ બંને ઘટનાઓને જોડવાનો પ્રયાસ કર્યો અને દાવો કર્યો કે દિશાનું મૃત્યુ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા હોઈ શકે છે. ત્યારે હવે દિશાના પિતાએ આશંકાઓ વ્યક્ત કરતાં પુત્રીને ન્યાય અપાવવા માટે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
દિશા સલિયન અને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મુંબઈના વરિષ્ઠ પત્રકાર વિવેક અગ્રવાલ સાથે વાત કરવમાં આવી છે. જુઓ તેઓ સુશાંત અને સલિયનના મોત મામલે શું કહી રહ્યા છે? મોત મામલે કેવું રાજકારણ રમાઈ રહ્યું છે?, વીડિયોને લાઈક,શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. @Thegujaratreport, @Mayurjaniofficial
આ પણ વાંચોઃ Delhi: દિલ્હી પોલીસ જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સ્ટોર રૂમ અને આસપાસનો વિસ્તાર કર્યો સીલ, જાણો વધુ
આ પણ વાંચોઃ Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?
આ પણ વાંચોઃ બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest
આ પણ વાંચોઃ Mehsana: બસે રિક્ષાને ઢસડી, વૃધ્ધા કચડાઈ, હોસ્પિટલમાં દાખલ