
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વધુ એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું ત્યારે વારંવાર ટ્રમ્પ દ્વારા આવી રહેલા નિવેદનથી મોદી સામે વિપક્ષની આંગળીઓ ઉઠી રહી છે,જોકે, મોદી તો ઇન્કાર કરી રહયા છે પણ તેઓ સીધા ટ્રમ્પને નામ સાથે કહી શકતા નહિ હોવાથી આ ગૂંચવાડો વધ્યો છે બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાનતો માની ગયા છે કે હા ટ્રમ્પ સાહેબે દરમિયાનગિરી કરી હતી આમ,ટ્રમ્પ ફરી વધુ એકવાર પોતાના દબાણથીજ સિઝફાયરની વાત કહી રહયા છે ત્યારે ચુંટણીઓ દરમિયાન વિપક્ષને મુદ્દો મળી જાય તેવી સ્થિતિ વચ્ચે ભાજપ ભેખડે ભરાયું છે કે કેટલીવાર ચોખવટ કરવાની.
ટ્રમ્પે કહ્યું, “હું ભારત સાથે વેપાર કરાર પર કામ કરી રહ્યો છું. મારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ સારા સંબંધો છે. હું તેમનો ખૂબ આદર કરું છું અને તેમના માટે સાચો પ્રેમ રાખું છું. પાકિસ્તાનના વડા પ્રધાન પણ એક સારા માણસ છે. તેઓ કહે છે કે તેમની પાસે ‘ફિલ્ડ માર્શલ’ છે, ખૂબ જ બહાદુર યોદ્ધા છે.” ટ્રમ્પે ઉમેર્યું કે, મેં બંને ન્યૂક્લિયર દેશો વચ્ચેનું યુદ્ધ રોકવા માટે વેપાર દબાણ કર્યું હતું મેં તેમના પર 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જેના લીધે તેઓ યુદ્ધવિરામ માટે તૈયાર થયા
તેમણે આગળ કહ્યું, “મેં સાંભળ્યું છે કે બંને દેશો વચ્ચેની અથડામણમાં સાત વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. બંને પરમાણુ શક્તિઓ છે. મે વડા પ્રધાન મોદીને ફોન કરીને કહ્યું, ‘અમે તમારી સાથે વેપાર કરાર કરી શકતા નથી કારણ કે તમે પાકિસ્તાન સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યા છો.’ પછી મેં પાકિસ્તાનને પણ એ જ વાત કહી તેથી બન્ને સમજી ગયા અને સીઝ ફાયર કરવા બન્ને દેશો સંમત થઈ ગયા.
ટ્રમ્પે મજાકમાં ઉમેર્યું, “વડાપ્રધાન મોદી સૌથી હોંશિયાર અને કઠિન નેતાઓમાંના એક છે પરંતુ તેઓ બધું સમજે છે આખરે, બે દિવસમાં બંને દેશોએ મારો સંપર્ક કર્યો અને તેઓ માની ગયા પરીણામે સંઘર્ષ બંધ થઈ ગયો. શું તે અદ્ભુત નથી?” ટ્રમ્પે પોતાના ભાષણમાં પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન પર કટાક્ષ કરતા કહ્યું કે “શું બિડેન આવું કરી શક્યા હોત? મને નથી લાગતું.” અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વખત વાત કરી હતી પહેલી વાર પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બીજી વાર ગાઝા કરાર પર ચર્ચા કરવા અને ત્રીજી વાર દિવાળીના પ્રસંગે શુભેચ્છા પાઠવવા.
જોકે,ટેરીફ સુધારા મુદ્દે કોઈ સહમતિ સધાઈ નથી પણ લોકોને એ સમજાતું નથી કે ટ્રમ્પ વારંવાર શામાટે એમ કહી રહયા છે કે મે ભારતના વડાપ્રધાન મોદીને ફોન કરી યુદ્ધ બંધ કરવા કહ્યું એજ રીતે પાકિસ્તાનને પણ કહ્યું હતું અને વેપાર બંધ કરવા ધમકી આપતા બન્ને વચ્ચે સીઝ ફાયર થયુ હતું જોકે,પાકિસ્તાનના વડાપ્રધાને તો કબૂલી લીધું કે હા ટ્રમ્પે મધ્યસ્થી કરી હતી પણ ભારત તેનો ઇન્કાર કરી રહ્યું છે અને મોદી પણ અમેરિકાની નામ લીધા વગર કહી ચુક્યા છે કે સિઝફાયરમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી ભારતે સ્વીકારી નથી તેમછતાં ટ્રમ્પ કેટલીય વાર ભારત-પાકિસ્તાન વચ્ચે સિઝફાયર મારા કહેવાથી થયુ હોવાનું જણાવી રહયા છે ત્યારે યુઝર્સ જાતજાતની કોમેન્ટ કરી રહયા છે કે આખરે સાચું શુ છે?મોદી સાચા કે ટ્રમ્પ?
આમ,વારંવાર ટ્રમ્પના આ પ્રકારના આવી રહેલા નિવેદનથી ભાજપ પરેશાન થઈ ગયું છે અને રાજકીય માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!









