Donald Trump: ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં પીટર નવારો અને જેડી વેન્સ મુખ્ય વિલન! સાંસદ ટેડ ક્રૂઝની લીક થયેલી ઓડિયો ક્લિપમાં ધડાકો

  • World
  • January 26, 2026
  • 0 Comments

●વિશ્લેષકોના મતે મહાભારત કાળના શકુનીઓ આજે પણ જીવે છે! ટ્રમ્પની હાલત દુર્યોધન જેવી કરનારા સલાહકારો દેશનું પણ ભલું નથી ઇચ્છતા!

Donald Trump: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે જો કોઈ મુખ્ય વિલન હોયતો તે વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સ છે કે જેઓ ભારત સાથે વ્યાપાર સમજૂતી કરારમાં રોડા નાખી રહયા છે,આ બંને નેતાઓ અગાઉ પણ ભારત વિરોધી નિવેદનો કરી ચૂક્યા છે અને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર મોટો ટેરિફ લાદવાના પક્ષમાં હોવાનું એક ઓડિયો ટેપમાં વાતચીત લીક થઈ જતા આ વાત સામે આવી છે.

હાલમાં જ લીક થયેલા એક ઑડિયો ટેપમાં અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝે ટ્રેડ ડીલમાં થઈ રહેલા વિલંબ માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના જ આ બે મહત્ત્વના હોદ્દેદારો પીટર નવારો અને જેડી વેન્સને જવાબદાર ઠેરવ્યા છે.

એક્સિયોસના અહેવાલ મુજબ, સેનેટર ટેડ ક્રૂઝે કેટલાક પાર્ટી ડોનર્સ સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી જે વાતચીતના અંશો લીક થઈ જતા ભારત અને અમેરિકા વચ્ચે અટવાયેલી વ્યાપારિક સમજૂતી (Trade Deal)નું કારણ સામે આવ્યું છે કારણકે વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સ તેમાં જાણી જોઇને રોડા નાખી રહયા છે.

લીક થયેલા ઑડિયોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ટેડ ક્રૂઝે ટ્રમ્પને ભારત ઉપર ટેરિફ લાદવા બાબતે ચેતવણી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ભારત સહિત અન્ય દેશો પર ટેરિફ વધારવામાં આવશે, તો અમેરિકામાં જ ઘર આંગણે બહારની ચીજ વસ્તુઓની કિંમતો વધી જશે અને જો મોંઘવારી વધશે તો વર્ષ 2026માં યોજાનારી મિડ-ટર્મ (મધ્યાવધિ) ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને પરાજયનો સામનો કરવો પડી શકે છે પણ ટ્રમ્પે આ ચેતવણીને ગંભીરતાથી લીધી ન હતી.

મહત્વનું છે કે અમેરિકા છેલ્લા પાંચ મહિનાથી ભારત પર 50 ટકા જેટલો ટેરિફ વસૂલી રહ્યું છે અને વ્યાપાર સમજુતીની વાતો કરે છે પણ તેનો અમલ કરતા નથી પરિણામે વિલંબ થઈ રહ્યો છે જેની પાછળ પીટર નવારો અને જેડી વેન્સનું ભેજું કામ કરી રહ્યું હોવાનું વાતચીતના અંશોમાં સામે આવતા ભારે હોબાળો મચ્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ
  • March 18, 2026

■ અલી લારીજાએ કહ્યું હતું કે મારું મોત થઈ જાય ત્યારે લખજો કે”ખુદાનો બંદો,ખુદા પાસે પરત ફર્યો!” Ali Larijani: ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ લારીજાનીનું મોત થતાં…

Continue reading
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”
  • March 18, 2026

Iran War Update: ઈરાનના ટોચના કમાન્ડર અલી લારીજાની અને સુલેમાનીની હત્યા કર્યા બાદ ઇઝરાયલે હવે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને ખુલ્લો પડકાર આપ્યો છે. IDF એ જાહેરાત કરી, “અમે તેને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 5 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન