
Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાના મદમાં હવે ભાન ભૂલી જાણે વિશ્વમાં તેના જેવો કોઈ તાકાતવર ન હોય તેવા અભિમાનમાં રાચી રહયા છે અને ઈરાની જહાજો ડુબાડવામાં મજા આવી રહી હોવાનું વિવાદાસ્પદ નિવેદન કરી પોતાની ક્રૂર માનસિકતાનો પરિચય કરાવ્યો છે, રિપબ્લિકન સાંસદોને સંબોધતી વખતે ટ્રમ્પે ગર્વ પૂર્વક એક સૈન્ય અધિકારી સાથેની વાતચીતનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, ‘અમેરિકન સૈનિકોને ઈરાની જહાજોને કબજે કરવાના બદલે તેને તોડી પાડીને ડૂબાડી દેવામાં વધુ મજા આવી રહી છે.’
ટ્રમ્પે દાવો કર્યો કે છેલ્લા સાડા ત્રણ દિવસમાં અમેરિકન સેનાએ ઈરાની નેવીના આવા 46 જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. જ્યારે તેમણે અધિકારીને પૂછ્યું કે આ જહાજોને જપ્ત કેમ ન કર્યા, ત્યારે તેમને જવાબ મળ્યો હતો કે જહાજોને ડૂબાડવામાં વધુ આનંદ આવે છે.
આમ,ટ્રમ્પે આ વાત ગૌરવપૂર્ણ ગણાવી તેનું વર્ણન કર્યું અને કોઈ કમજોર સાથે ક્રૂરતા કરવામાં મજા લેતા હોવાની માનસિકતા જોવા મળી.
જ્યારે ટ્રમ્પ આ વાત કરી રહયા હતા ત્યારે બધા જોરથી હસતા જોવા મળ્યા.
Trump just quoted the U.S. military as saying it’s “more fun to sink” Iranian ships than getting the people on board to surrender.
I doubt any true soldier would say that.
I wonder if @thejointstaff @DeptofWar might confirm/deny if this was said. pic.twitter.com/LVcsGMpSGL
— Shiv Aroor (@ShivAroor) March 10, 2026
આ યુદ્ધમાં ઈઝરાયલ ઈરાનની સત્તા પલટાવવા માંગે છે, જ્યારે અમેરિકાનું લક્ષ્ય ઈરાનના મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને નષ્ટ કરવા સાથે વેનેઝુએલાની જેમ તેલ ભંડારો ઉપર કબ્જો કરવાનું છે ત્યારે યુદ્ધ દરમિયાન ઈરાની સૈનિકોના મોતના મામલે ટ્રમ્પના હસતા ચહેરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે આઘાત જન્માવ્યો છે.
વિશ્વમાં અમેરિકા, ચીન અને રશિયા મહાસત્તાઓ ગણાય છે અને હવે નાના દેશો ઉપર થઈ રહેલા હુમલાઓ ચિંતાનો વિષય છે કારણ કે કોઈપણ આંતર રાષ્ટ્રીય ધારા ધોરણ નિયમોનું પાલન થતું નથી ત્યારે અમેરિકાનું જોઈ બીજા શક્તિશાળી દેશો પોતાના પડોશી દેશો ઉપર આજ પ્રકારની હરકત કરી શકે છે જેનાથી સુરક્ષા સામે જોખમ ઉભું થયું છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







