Iran War: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ‘અમે ઈરાન યુદ્ધ જીતી લીધું છે!’ ઈરાને કહ્યું “ટ્રમ્પ દુનિયાને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે!’ ઈરાન ક્યારેય ઝુકશે નહિ!!

  • World
  • April 2, 2026
  • 0 Comments

Iran War: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં દાવો કર્યો હતો કે અમેરિકાને ઈરાન યુદ્ધમાં જીત મેળવી લીધી છે,તેઓએ ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ગયું હોવાનો ધડાકો કર્યો એટલુંજ નહિ નવા પ્રમુખ અમારી સાથે સમાધાન કરવા તૈયાર હોવાનું જણાવી ઉમેર્યુ કે અમેરિકા પોતાની શરતો ઉપર સમાધાન કરશે.

જોકે,ઈરાને ટ્રમ્પના આ દાવો ફગાવી દઈ તેમને જોકર કહ્યા હતા અને ટ્રમ્પ આખી દુનિયાને પહેલી એપ્રિલે ‘એપ્રિલ ફૂલ’ બનાવી રહયા હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નૌકાદળ ખતમ થઈ ગયું છે. તેમની સૈન્ય તાકાત  નબળી પડી ગઈ છે, જેથી આ સૈન્ય અભિયાનનો અમારો મુખ્ય હેતુ પૂરો થવા જઈ રહ્યો છે.

ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી  કે જો કરાર નહીં થાય, તો અમેરિકા ઈરાનને ‘સ્ટોન એજ’ એટલે કે ‘પાષણકાળ’માં ધકેલી દેશે. જોકે તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે અને નવું નેતૃત્વ પહેલા કરતા ઓછું કટ્ટર છે, ઈરાનમાં આઇઆરજીસીએ સત્તા હાથમાં લીધી હોવાની વાત સાથે ઇરાન ઇસ્લામિક સ્ટેટમાંથી મિલિટરી સ્ટેટ બની રહ્યુ હોવાની સંભાવના વચ્ચે ટ્રમ્પના નવી લીડરશિપના ઇશારાથી અનેક અટકળો વહેતી થઈ છે.

ટ્રમ્પ એમ કહી રહયા છે કે નવી લીડરશીપ સમાધાન માટે રેડી છે પણ હું મારી શરતો ઉપર સમાધાન કરવા માગું છું.

જોકે,ટ્રામ્પના આ દાવાને ઇરાને ફગાવી દીધો છે મુંબઈ સ્થિત રાજદૂતાવાસે ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું છે કે ટ્વીટ કરવાથી પ્રમુખો બદલાઈ જતા નથી.ઇરાને કહ્યુ કે પહેલી એપ્રિલના રોજ ટ્રમ્પે આખા વિશ્વને આ રીતે જુઠ્ઠું બોલીને ‘એપ્રિલ ફુલ’ બનાવ્યું છે ઇરાને કહ્યું કે તરંગી ટ્રમ્પની હરકતો હાસ્ય કલાકારને પણ શરમાવે તેવી છે. ટ્રમ્પના નિવેદનને ઇરાને ફગાવી દઈ ઉમેર્યુ કે ઇરાને અમેરિકા સાથે કોઈપણ યુદ્ધવિરામની માંગ કરી નથી હજીપણ યુદ્ધ ચાલુજ છે. હોર્મુઝની ખાડી હજી પણ અમારાજ અંકુશમાં છે. આઇઆરજીએસ કમાન્ડરે પણ સત્તા પરિવર્તન અંગેની ટ્રમ્પની વાતોને રદિયો આપ્યો છે. ઇરાનના લશ્કરી પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો અને ઈરાન ઉપર જીત મેળવી હોવાના દાવો કરનાર ટ્રમ્પની મજાક ઉડાવી હતી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!
  • April 1, 2026

Donald Trump: અમેરિકાએ તેના આગળના પ્લાન મુજબ ઈરાનમાં જમીની હુમલાની તૈયારી શરૂ કરી છે અને યુનાઇટેડ કિંગડમના RAF લેકેનહીથ બેઝ પર 12 A-10C થન્ડરબોલ્ટ II ફાઇટર એરક્રાફ્ટ તૈનાત કરી દીધા…

Continue reading
Donald Trump: તરંગી ટ્રમ્પે કહી દીધુ કે,”અમારી પાસેથી ઓઈલ ખરીદો!” હોર્મુઝનો રસ્તો અમે નહિ ખોલીએ! ઈરાનની ધમકી ‘હવે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરી દઈશું!’
  • April 1, 2026

Donald Trump: જાણે દુનિયાને પૂછીને ઈરાન ઉપર હુમલો કર્યો હોય તેમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની અસલિયત ઉપર ઉતરી આવ્યા છે અને હવે કહી રહયા છે કે “અમારી પાસે પર્યાપ્ત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LPG Price Hike: આજથી LPGના ભાવ ₹2,000ને પાર, જે ઈરાન યુદ્ધ બાદ ત્રીજી વખત ભાવ વધારો થયો!

  • April 2, 2026
  • 3 views
LPG Price Hike: આજથી LPGના ભાવ ₹2,000ને પાર, જે ઈરાન યુદ્ધ બાદ ત્રીજી વખત ભાવ વધારો થયો!

AI: સવારે 6 વાગ્યે એલાર્મ વાગ્યુ અને નોકરી જતી રહી; ઓરેકલે એક જ ઝટકે 30,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા!!

  • April 2, 2026
  • 5 views
AI: સવારે 6 વાગ્યે એલાર્મ વાગ્યુ અને નોકરી જતી રહી; ઓરેકલે એક જ ઝટકે 30,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા!!

Iran War: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ‘અમે ઈરાન યુદ્ધ જીતી લીધું છે!’ ઈરાને કહ્યું “ટ્રમ્પ દુનિયાને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે!’ ઈરાન ક્યારેય ઝુકશે નહિ!!

  • April 2, 2026
  • 4 views
Iran War: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ‘અમે ઈરાન યુદ્ધ જીતી લીધું છે!’ ઈરાને કહ્યું “ટ્રમ્પ દુનિયાને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે!’ ઈરાન ક્યારેય ઝુકશે નહિ!!

Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

  • April 1, 2026
  • 6 views
Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો

  • April 1, 2026
  • 10 views
PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો

BJP: મોદી સાહેબ ઉદ્ઘાટન કરતા જાય અને એરપોર્ટ બંધ થતાં જાય છે! ગજબનો સિલસિલો રહ્યો છે!! લોકોમાં ઉઠ્યા સવાલ

  • April 1, 2026
  • 13 views
BJP: મોદી સાહેબ ઉદ્ઘાટન કરતા જાય અને એરપોર્ટ બંધ થતાં જાય છે! ગજબનો સિલસિલો રહ્યો છે!! લોકોમાં ઉઠ્યા સવાલ