Donald trump: ટ્રમ્પનો તાનાશાહી અંદાજ : સમગ્ર વિશ્વ પર 15 ટકા ટેરિફ ઝીકયો! ન્યાય તંત્રની ઉડાવી મજાક!

  • World
  • February 22, 2026
  • 0 Comments

Donald trump: કોઈપણ તાનશાહ જ્યારે સત્તાના મદમાં ગાંડો થાય ત્યારે તેને કોઈ રોકે કે ટોકે તે પસંદ હોતું નથી આવુજ કઈક અમેરિકામાં જોવા મળી રહ્યું છે અહીંની સુપ્રીમ કોર્ટના વિશ્વના દેશો પરના ટેરીફ રદ કરવાના નિર્ણય પણ ટ્રમ્પ માનવા તૈયાર નથી અને જજો ને પણ દેશદ્રોહી કહી દીધા ત્યારબાદ 10 ટકા ટેરીફ અને હવે સમગ્ર વિશ્વ પર 15 ટકા ટેરીફ લાદી દઈ એક તરફી દાદાગીરી કરીને તાનાશાહ જેવો અંદાજ બતાવ્યો છે જેનાથી દુનિયા ચોંકી ગઈ છે જોકે ભારત માટે કહી શકાય કે ટ્રેડ ડીલ હેઠળ 18 ટકા ટેરિફ અમલમાં હતો પણ હવે તે 15 ટકા થઈ જતા ભારતને 3 ટકાનો ફાયદો જરૂર થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેના ચૂકાદામાં કહ્યું હતું કે ટ્રમ્પને આઈઈઈપીએ હેઠળ અન્ય દેશો ઉપર ટેરિફ નાંખવાનો કોઈ અધિકાર નથી.અમેરિકન સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ ટ્રમ્પ નારાજ થઈ ગયા અને જજોને પણ દેશદ્રોહી ગણાવી દીધા એટલુંજ નહિ પણ ન્યાયતંત્રની ઉપેક્ષા કરી ટ્રમ્પે ફરી વિશ્વના દેશો પર 10 ટકા ગ્લોબલ ટેરિફ ઝીંકી દીધો પણ આ જાહેરાત કર્યાના થોડાજ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વધારીને ૧૫ ટકા કરી નાખ્યો હતો.
આમ,જાહેરાત ગમેત્યારે અને ગમેતેવી કરે તેમને પુછવાવાળું કોઈ નથી કારણકે ટ્રમ્પ પોતાને જાણે તાનશાહ માની રહયા છે.

સુપ્રીમના આ ચૂકાદા બાદ પ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેઓ ‘મૂળભૂત આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સમસ્યાઓના નિરાકરણ માટે કામચલાઉ આયાત સરચાર્જ લાદવા’ના કાયદા હેઠળ અમેરિકામાં આયાત થતી વસ્તુઓ પર ૧૫૦ દિવસના સમય માટે ૧૫ ટકા એડ વેલોરમનો કામચલાઉ આયાત સરચાર્જ નાંખી રહ્યા છે, જેનો અમલ ૨૪ ફેબુ્રઆરીથી શરૂ થશે. ટ્રમ્પનો આ ટેરિફ દુનિયાના બધા દેશો પર લાગુ થશે.

આ ટેરિફનો અમલ મંગળવારે ૨૪ ફેબુ્રઆરીથી થશે. સુપ્રીમના આદેશ છતાં ટ્રમ્પે કહ્યું કે, કશું જ બદલાયું નથી. ભારતે ટેરિફ આપવો જ પડશે અને અમેરિકા ટેરિફ નહીં જ આપે, તેઓએ દાદાગીરી સાથે કહ્યું કે “હું જે ઈચ્છું તે કરી શકું છું!”

આમ ટ્રમ્પના આ તાનશાહ જેવા અંદાજ થી વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જ્યારે એક તાનશાહને ગાદી મળી જાય ત્યારે તેની મનમાની કેવી હોય છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે ટ્રમ્પ અગાઉ પણ અનેક રાષ્ટ્પતિ આવ્યા અને ગયા પણ ટ્રમ્પ જે રીતે પોતાને સર્વેસર્વા માને છે અને ન્યાયતંત્ર ઉપરવટ જઈ જે રીતે નિર્ણય લઈ રહયા છે તે જોઈ દુનિયા દંગ રહી ગઈ છે અને વૈશ્વિક સ્તરે અમેરિકાની પ્રતિષ્ઠા ખરડાઈ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

France Student Protests: ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે વિરોધ, 1.6 લાખથી વધુ લોકો રસ્તા પર ઊતર્યા
  • October 15, 2026

France Student Protests: ફ્રાન્સમાં શાળાઓની કથળતી સ્થિતિ, શિક્ષકોની અછત અને વર્ગખંડોમાં વધતી ભીડ સામે વિરોધ પ્રદર્શનો સતત ત્રીજા સપ્તાહે પણ ચાલુ રહ્યા છે. મંગળવારે દેશનાં વિવિધ શહેરોમાં 1.6 લાખથી વધુ…

Continue reading
Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા સરકાર બરતરફ, આસિમ મુનીરની વધતી સત્તા વચ્ચે લોકશાહી સામે સવાલ
  • October 15, 2026

Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વાની ચૂંટાયેલી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સરકારને હટાવી રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે અને કટોકટી જાહેર કરવામાં આવી છે. આ પગલાને ઉગ્રવાદ પર નિયંત્રણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Devbhumi Dwarka Drought: દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ખેડૂતોની નિષ્ફળ મગફળી મુખ્યમંત્રીને કુરિયર કરાઈ

  • October 16, 2026
  • 2 views
Devbhumi Dwarka Drought: દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ખેડૂતોની નિષ્ફળ મગફળી મુખ્યમંત્રીને કુરિયર કરાઈ

Gujarat Congress Press Conference: ગુજરાતમાં પોલીસ તંત્રના દુરુપયોગનો કોંગ્રેસનો આરોપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોને હેરાન કર્યાનો દાવો

  • October 16, 2026
  • 4 views
Gujarat Congress Press Conference: ગુજરાતમાં પોલીસ તંત્રના દુરુપયોગનો કોંગ્રેસનો આરોપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોને હેરાન કર્યાનો દાવો

Bhanu-Navghan Bharwad Case: નડિયાદના પૂર્વ ભાજપ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને પુત્ર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 33 ફરિયાદોનો ઉલ્લેખ

  • October 16, 2026
  • 7 views
Bhanu-Navghan Bharwad Case: નડિયાદના પૂર્વ ભાજપ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને પુત્ર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 33 ફરિયાદોનો ઉલ્લેખ

Gopal Italia-Bhavan Bharwad: ગોપાલ ઇટાલિયાને લકવો થવાની ટિપ્પણીથી વિવાદ, ધારાસભ્યએ ભવન ભરવાડને આપ્યો જવાબ

  • October 16, 2026
  • 9 views
Gopal Italia-Bhavan Bharwad: ગોપાલ ઇટાલિયાને લકવો થવાની ટિપ્પણીથી વિવાદ, ધારાસભ્યએ ભવન ભરવાડને આપ્યો જવાબ

Surat Workers Protest: સુરતમાં શ્રમિકોના આંદોલન પહેલાં પોલીસની કાર્યવાહી, 70 જેટલા કામદારો અટકાયતમાં

  • October 16, 2026
  • 10 views
Surat Workers Protest: સુરતમાં શ્રમિકોના આંદોલન પહેલાં પોલીસની કાર્યવાહી, 70 જેટલા કામદારો અટકાયતમાં

CJP Tiranga March: ‘તિરંગો ફરકાવવા જેલમાં જવું પડે તો તૈયાર’, અભિજીત દિપકેનું નિવેદન, દિલ્હીમાં 32 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

  • October 16, 2026
  • 11 views
CJP Tiranga March: ‘તિરંગો ફરકાવવા જેલમાં જવું પડે તો તૈયાર’, અભિજીત દિપકેનું નિવેદન, દિલ્હીમાં 32 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત