
US Venezuela Tension:વેનેઝુએલા સાથે વધતા જતા તણાવ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ફોન કરી દેશ મૂકીને ભાગી જવા તૈયાર રહેવાની ધમકી આપી છે.ટ્રમ્પે સ્વીકાર્યું કે, હા તેઓએ માદુરોને ફોન કર્યો હતો પણ વધુ વિગતો જાણી શકાય નહોતી.
મિયામી હેરાલ્ડના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે ફોન પર નિકોલસ માદુરોને ચેતવણી આપતા કહ્યું, “જો તમે તમારી જાતને અને તમારા પરિવારને બચાવવા માંગતા હો, તો તમારે તાત્કાલિક દેશ (વેનેઝુએલા) છોડી દેવો પડશે.”ટ્રમ્પે માદુરો, તેમની પત્ની, સિલિયા ફ્લોરેસ અને તેમના પુત્રને દેશની બહાર સલામત માર્ગ આપવાની પણ ઓફર કરી અને એ પણ શરત સાથે કે તેઓ તાત્કાલિક ત્યાંથી નીકળી જાય.જોકે,વેનેઝુએલાએ આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો, જેના કારણે વાટાઘાટો પડી ભાંગી હતી.
અમેરિકાએ વેનેઝુએલા દ્વારા અમેરિકામાં ડ્રગ્સના સપ્લાય સામે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં, ટ્રમ્પે વેનેઝુએલાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી હતી,જેને માદુરો સરકારે આંતરરાષ્ટ્રીય ધોરણોની વિરુદ્ધ અને સ્વતંત્ર રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે સીધો ખતરો ગણાવ્યો હતો.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, “તમામ એરલાઇન્સ, પાઇલટ્સ, ડ્રગ ડીલરો અને માનવ તસ્કરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વેનેઝુએલા અને તેની આસપાસના હવાઈ ક્ષેત્રને સંપૂર્ણ રીતે બંધ કરવા પર વિચાર કરે.”
હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત બાદ, અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોવા અંગેની અટકળો તેજ થઈ ગઈ છે. જોકે,હાલમાં,અમેરિકાએ આ અટકળો પર કોઈ ટિપ્પણી કરી નથી.
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે વેનેઝુએલા દ્વારા અમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું છે,પરિણામે તાજેતરના અઠવાડિયામાં અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં હુમલાઓ તીવ્ર બનાવ્યા છે અને 20 થી વધુ જહાજો પર હુમલો કરવામાં આવ્યો છે,જેમાં 80 થી વધુ લોકો માર્યા ગયા છે.
ગુરુવાર (27 નવેમ્બર, 2025) ના રોજ, થેંક્સગિવીંગ ડે પર, યુએસ રાષ્ટ્રપતિએ સૈનિકોને સંદેશ મોકલ્યો, “અમે તેમને જમીન પરથી રોકવાનું શરૂ કરીશું. જમીન પર કામગીરી સરળ છે અને ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે.”
એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ ફોર્ડ સહિત મોટી સંખ્યામાં યુએસ નેવી જહાજો સહિત 15,000 લશ્કરી જવાનોને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







