Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી વચ્ચે સૌ પ્રથમ દોસ્તી થઈ ત્યારે ઇન્ડિયાથી લઈ વિદેશમાં એક નારો લાગ્યો હતો જેમાં “અબ કી બાર મોદી સરકાર” આ નારો ખૂબ ચાલ્યો અને મોટા મોટા વચનો અપાયા અને મોદી તેઓના મિશનમાં સફળ રહયા ત્યારબાદ ટ્રમ્પ વખતે જે તે સમયે મોદી અમેરિકા પહોંચ્યા ત્યારે “અબકી બાર ટ્રમ્પ સરકાર” વાળું સ્લોગન ખૂબ ચાલ્યું અને બન્ને નેતાઓ સાથે સતત સાથે રહેનારા મીડિયા મિત્રોએ આ જોરદાર ચલાવ્યું અને મિત્રો-મિત્રો કરી નાખ્યું જે દુનિયાભરમાં ધમાલ મચાવી દીધી તે વખતે ટ્રમ્પ પણ કટ્ટરવાદી આતંકીઓ વિરોધી અને મોદી પણ કટ્ટરવાદી આતંકીઓ વિરોધી હોવાનું ચિત્ર રજૂ થયું પણ ત્યારબાદ બાયડન આવ્યા એટલે મોદી સાહેબે બાયડન તરફે થયા આજ અરસામાં અમેરિકામાં ઇલેકશન વખતે ટ્રમ્પને મળવાનું ટાળ્યું અને ટ્રમ્પ નારાજ થયા અને દોસ્તી યારીમાં તિરાડ પડી ત્યારબાદ યોગાનુયોગ ટ્રમ્પ જીત્યા પણ પછી મોદી સાથે દોસ્તીમાં પહેલા જેવી મજા ન રહી.ત્યારથી ટ્રમ્પ ભારત તરફી કે ભારતીય સમુદાય માટે હંમેશા વિરોધી વલણ રહ્યું છે.ભારત-પાક વચ્ચે સીઝ ફાયર મે કરાવ્યું તેવું ટ્રમ્પ 71 વખત બોલ્યા છે પણ મોદી ક્યારેય તેનો ટ્રમ્પનું નામ લઈ તે વાત ખોટી છે તેવું કહેવાની હિંમત કરી શક્યા નથી.
જ્યાં જ્યાં ટ્રમ્પની હાજરી હોય ત્યાં ત્યાં મોદી જાણી જોઇને ગેરહાજર રહેતા હોય તેવું જણાય રહ્યું છે.સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની વાર્ષિક બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે હાજરી આપી નથી કારણ કે ત્યાં ટ્રમ્પ હતા અને તેઓએ 75 મિનિટ ભાષણ આપ્યું હતું.
ટ્રમ્પ અને મોદી વ્યક્તિગત રીતે કઈ રીતે સામ્યતા ધરાવે છે તે અંગે ધ ગુજરાત રીપોર્ટના MD મયુર જાનીએ જાણીતા વિશ્લેષક શીતલ પી. સિંઘ સાથે ચર્ચા કરી ત્યારે તેઓએ વિસ્તુત વિશ્લેષણ કરી ભારત-અમેરિકાની અર્થ વ્યવસ્થાથી લઈ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો.જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









