Drone Attack In Kutch: કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની ડ્રોન મળી આવતા ખળભળાટ, કલેક્ટરે જિલ્લાના લોકોને ઘરની બહાર ન નિકળવા કરી અપીલ

Drone Attack In Kutch: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ભારતના ઓપરેશન સિંદૂરથી બોખલાયેલું પાકિસ્તાન સતત ભારત પર મિસાઈલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યુ છે ત્યારે આજે વહેલી સવારથી જ કચ્છ સરહદ પર પણ પાકિસ્તાનના નાપાક હરકત જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે, અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું છે.​​​​​​ ભારતીય સેના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે

કચ્છના સરહદી વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન મળ્યું

પાકિસ્તાન સાથે તણાવને લઈ કચ્છનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે ત્યારે વહેલી સવારે પાકના નાપાક કૃત્યને સફળ થવા દેવામા આવ્યું નથી. જો કે, તકેદારીના ભાગરુપે જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ કરી છે કે, કામ સિવાય બહાર નીકળવું નહી અને ઘરની અંદર જ રહેવા માટે જણાવવામા આવ્યું છે. આ સાથે કલેક્ટરે નાગરિકોએ ગભરાવવું નહી અને સુરક્ષા-સલામતી માટે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ કચ્છમાં તણાવભરી સ્થિતિ વચ્ચે ભુજમાં લોકોને સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

ઘડાકાનો અવાજ સંભળાયા હોવાનો દાવો

મળતી માહિતી મુજબ કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાક દ્વારા કચ્છના સરહદી વિસ્તારોના ગામડાઓ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. અબડાસા વિસ્તારના નાની ધુફી ગામમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. હવામાં ડ્રોનને તોડી પાડતી એર ડિફેન્સ સિસ્ટમનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. નલિયાથી 22-25 કિમી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં ડ્રોનનો કાટમાળ પડેલો મળ્યોછે. તેમજ આજે સવારેના 5 વાગ્યાને 5 મિનિટે ઘડાકાનો અવાજ સંભળાયા હોવાનો લખપતના લોકોએ દાવો કર્યો છે. ત્યારે આ મામલે હાલ તપાસ કરવામા આવી રહી છે તેમ જણાવવામા આવી રહ્યુ છે.

 કચ્છમાં શંકાસ્પદ પ્રવડતિઓ વધતા એલર્ટ

ઉલ્લેખનીયછે કે, તાજેતરમાં કચ્છના ખાવડા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ઇન્ડિયા બ્રિજ વિસ્તારમાં એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એક શંકાસ્પદ ડ્રોનના હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાવાથી થયો હોવાનું માનવામાં આવે છે. આ સાથે 8 મે 2025ની રાત્રે કચ્છના લખપત વિસ્તારમાં સ્થાનિક લોકોએ ડ્રોન જોવાની જાણ કરી. આ પછી તુરંત બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. આમ કચ્છના સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધીઓ જોવા મળી રહી છે જેને લઈને અત્યારે કચ્છમાં એલર્ડ જાહેર કરવામા આવ્યું છે.

આ પણ વાંચોઃ

World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Related Posts

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading
LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
  • October 27, 2025

LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 4 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 17 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 20 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 22 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો