
Dwarka: દ્વારકામાં શિવરાત્રીને એક જ દિવસ બાકી હતો અને શિવલિંગ ચોરાયું હતુ. દ્વારકામાં હર્ષદ દરિયાકિનારે આવેલા ભીડભંજન મહાદેવમાંથી શિવલિંગ ચોરાયું હતુ. આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભક્તોનો ગુસ્સો આસમાને પહોંચતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે આ શિવલિગ ચોરી મામલે મોટો ખુલાસો થયો છે. શિવલિંગનું એક યુવતીને સ્વપ્ન આવતાં 7 શખ્સોએ ચોર્યું હતુ. જેમાં યુવતીનો પણ સમાવેશ થાય છે. હાલ મહિલાઓ સહિત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર હિંમતનગરના રહીશ મહેન્દ્ર મકવાણાની ભત્રીજીને અવું સ્વપ્ન આવ્યું હતુ કે જો ભીડભંજન મહાદેવના શિવલિંગને પોતાના ઘરે લાવીને સ્થાપિત કરીશ તો પરિવારની પ્રગતિ થશે. આ સ્વપ્નને સાકાર કરવા 7 લોકોએ મંદિરની રેકી કરી શિવલિંગની ચોરી કરી હતી. શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા બાદ ઘરમાં સ્થાપિત કરી દીધું હતુ.
પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો
જોકે પોલીસે જબરજસ્ત તપાસ હાથ ધરી આ શિવલિંગ ચોરોને ઝડપી પાડ્યા છે. ચોરીનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે ‘SIT’ની રચના કરી હતી.. જે બાદ ડોગ સ્કોડની મદદ લેવાઈ હતી.
કોણ છે આરોપીઓ?
આરોપીઓમાં વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને અન્ય 3 મહિલાઓ મળીને આ તમામ લોકોએ બે વાહનોમાં આવીને હર્ષદ ખાતે રોકાયા હતા. બાદમાં રેકી કરીને આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા. જ્યાં પોતાના ઘરે ચોરેલા શિવલિંગની સ્થાપના કરી હતી.
આ પણ વાંચોઃ DWARKA: શિવરાત્રીના 1 દિવસ પહેલા મહાદેવ મંદિરમાંથી શિંવલિંગ ચોરાયું, ભક્તો ક્યાં કરશે પૂજા?
આ પણ વાંચોઃ Chhaava Film: મહાશિવરાત્રીના દિવસે ‘છાવા’ છવાઈ, પુષ્પા 2 નો તોડ્યો રેકોર્ડ, લક્ષ્ય 500 કરોડ
આ પણ વાંચોઃ Mahakubh Ends 2025: મહાકુંભ પૂરો થયા બાદ યોગીને “સફાઈ” કરવાનો વારો આવ્યો!