‘બે કલાકમાં 65 લાખ નહીં, 116 લાખ મત પડી શકે’, ચૂંટણીપંચનો રાહુલને જવાબ | Election Commission

Election Commission: રાહુલ ગાંધીએ 20 એપ્રિલે અમેરિકામાં મહારાષ્ટ્ર ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચે આજે મંગળારે તેનો જવાબ આપ્યો છે. એક નિવેદન બહાર ચૂંટણી આયોગે કહ્યું કે ભારતમાં જે પ્રમાણમાં અને ચોકસાઈથી ચૂંટણીઓ યોજવામાં આવે છે તેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે.

આખો દેશ જાણે છે કે સરકારી કર્મચારીઓ મતદાર યાદી તૈયાર કરવા, મતદાન કરવા અને મત ગણતરી સહિતની દરેક ચૂંટણી પ્રક્રિયામાં સામેલ હોય છે. કમિશનને બદનામ કરવાનો પ્રયાસ સંપૂર્ણપણે વાહિયાત છે.

ચૂંટણી પંચે કહ્યું કે કોઈપણ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી માત્ર કાયદા વિરુદ્ધ ગુનો નથી પરંતુ પોતાના પક્ષના હજારો નિયુક્ત પ્રતિનિધિઓની બદનક્ષી પણ છે. આનાથી ચૂંટણીમાં અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કાર્યકરોની મહેનત પર અસર પડે છે.

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ભારતના ચૂંટણી પંચ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તે સિસ્ટમમાં ભૂલ છે.

કમિશને કહ્યું કે 2 કલાકમાં પડેલા 65 લાખ મત પડવા તે તો સરેરાશથી ઓછા છે. બે કલાકમાં 116 લાખ સુધી મત પડી શકે છે.

રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સાંજે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે 65 લાખ મતદાન થયું હતું. તમારો મત આપવામાં લગભગ 3 મિનિટ લાગે છે. 2 કલાકમાં 65 લાખ મત પડી શકે?

ચૂંટણીપંચે મોતનું શું ગણિત સમજાવ્યું?

આ અંગે ચૂંટણી પંચે કહ્યું વર્ષ 2024માં મહારાષ્ટ્ર ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 6 કરોડ 40 લાખ 87 હજાર 588 મતદારો મતદાન મથકો પર પહોંચ્યા અને મતદાન કર્યું હતુ. સરેરાશ ગણીએ તો, પ્રતિ કલાક આશરે 58  લાખ મત પડે છે. આ સરેરાશ મુજબ, છેલ્લા બે કલાકમાં 116 લાખ જેટલા મતદારો મતદાન કરી શક્યા હશે. આ દ્રષ્ટિકોણથી  65 લાખ મત પડવા  અશક્ય  નથી અને શંકાસ્પદ પણ નથી.

 

આ પણ વાંચોઃ

Rahul Gandhi ને ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર કેમ વિશ્વાસ નથી?

શું વાહનોમાંથી સંભળાશે વાંસળીના સૂર, ઢોલના ધબકાર?, સંગીતપ્રેમી Nitin Gadkari એ શું કહ્યું?

Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત

Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!

DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?

Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?

 

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 3 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 7 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 7 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન