
RTI ON ECI SIR | દેશભરમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પંચના SIRનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જાણીતા સામાજિક અગ્રણી અંજલી ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી RTI (માહિતી અધિકાર) અરજીમાં SIR મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ચૂંટણી પંચે તેના જવાબમાં જણાવ્યું છે કે 2025 માં દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તે પહેલાં તેની પાસે કોઈ સ્વતંત્ર મૂલ્યાંકન અથવા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું દર્શાવતો કોઈ રેકોર્ડ અથવા માહિતી ઉપલબ્ધ નથી.
RTI કાયદા હેઠળ ભારતના ચૂંટણી પંચના ચોંકાવનારા જવાબો સામે આવ્યા છે જેમાં ચૂંટણી પંચનો દાવો છે કે તેણે 2025 માં દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી!
ચૂંટણી પંચ પાસે બિહાર 2003 ની મતદાર યાદીના સુધારા અંગેની માર્ગદર્શિકાની નકલ નથી! ત્યારે હવે સવાલ થાય કે ખરેખર તે શું છુપાવી રહ્યું છે? આમ,હવે આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વનું છે કે SIRનો દેશભરમાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR)ના પ્રક્રિયા હાથ ધર્યા બાદ હવે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIRની પ્રકિયા ચાલુ છે ત્યારે બીજી તરફ વિરોધ પક્ષોએ SIRનો વિરોધ કર્યો છે.
વિપક્ષનું માનવું છે કે, આ પ્રક્રિયામાં લાખો મતદારોના નામ કમી કરવામાં આવી રહયા છે. બિહારમાં મહાગઠબંધ દ્વારા વિરોધ કરાયા બાદ દિલ્હીમાં શરદ પવાર NCP,અખિલેશ યાદવ અને કોંગ્રેસે ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી પણ કાઢી હતી.
SIRના વિરોધમાં ગત તા. 4 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં TMC નેતા મમતા બેનરજીએ 5 કિ.મી.લાંબીં પગપાળા રેલી કાઢી સૌનું ધ્યાન દોર્યું હતું આ રેલીમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીએમસીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર એસઆઈઆર દ્વારા ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો હતો.
જ્યારે મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી સહિત તમામ વિપક્ષ દ્વારા વિરોધ ચાલુ છે ત્યારે હવે સામાજિક કાર્યકર અંજલી ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી RTI (માહિતી અધિકાર) અરજીમાં SIR મામલે ચૂંટણી પંચના જે રીતે જવાબ સામે આવ્યા છે તે જોતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
Shocking responses by the Election Commission of India under the RTI Act-
• ECI claims it has not taken any decision on initiating a Special Intensive Revision (SIR) across the country in 2025!
• ECI does not have a copy of the guidelines regarding the Bihar 2003 revision of… pic.twitter.com/lqk8x3EOKy— Anjali Bhardwaj (@AnjaliB_) November 13, 2025
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









