
- ચૂંટણી પંચ પ્રશ્નોના ઘેરામાં: TMC,BJP, BJDની એક સમાન ફરિયાદો કેમ?
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ ભારતના ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ સુપરત કરીને મતદાર યાદીમાં કથિત છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને પક્ષોએ કમિશન સમક્ષ પોતપોતાની અરજીઓ રજૂ કરી અને આ સંદર્ભમાં કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત, બીજુ જનતા દળ (BJD) એ પણ ઓડિશામાં 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મતદાનમાં અસામાન્ય તફાવત અંગે ફરિયાદ કરતું એક મેમોરેન્ડમ કમિશનને સુપરત કર્યું છે.
ટીએમસીની ફરિયાદ
મંગળવારે ટીએમસીના ડેરેક ઓ’બ્રાયન અને કલ્યાણ બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને મળ્યા હતા. આ દરમિયાન તેમણે દેશભરમાં મતદાર ફોટો ઓળખ કાર્ડ (EPIC)ના ડુપ્લિકેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટીએમસીએ દાવો કર્યો હતો કે એક જ EPIC નંબર ધરાવતા અનેક મતદારોને ઓળખ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ચાર પાનાના મેમોરેન્ડમમાં ટીએમસીએ જણાવ્યું હતું કે EPIC નંબરમાં ત્રણ અક્ષરોનો “ફંક્શનલ યુનિક સીરીયલ નંબર (FUSN)” અને સાત અંકો હોય છે, જે દરેક વિધાનસભા મતવિસ્તાર માટે અલગ અને અનન્ય (અદ્રિતિય) હોવા જોઈએ. તેમ છતાં વિવિધ રાજ્યોના અનેક વિધાનસભા મતવિસ્તારોમાં એક સરખા નંબરવાળા EPIC જારી કરવામાં આવ્યા છે.
ટીએમસી સાંસદ સાગરિક ઘોષે મીડિયાને કહ્યું છે કે, આધાર નંબરો
ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે મીડિયાને જણાવ્યું હતું કે આધાર નંબરોનું ડુપ્લિકેશન પણ હતું, જેની અસર EPIC નંબરો પર પડી કારણ કે ચૂંટણી પંચે EPIC ને આધાર સાથે લિંક કરવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ એવો પણ પ્રશ્ન કર્યો હતો કે કમિશને ફોર્મ 6Bમાં એ સ્પષ્ટ કેમ ન કર્યું કે આધારને EPIC સાથે લિંક કરવું સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને ફરજિયાત નથી. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં મનસ્વી રીતે નામો કાઢી નાખવામાં આવ્યા છે અને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. તેમણે માંગ કરી હતી કે દરેક સુધારેલી મતદાર યાદીની સાથે કાઢી નાખવામાં આવેલા ઉમેરાયેલા અને સુધારેલા મતદારોની એક અલગ યાદી પણ બહાર પાડવામાં આવે.
ભાજપની ફરિયાદ
ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. ભાજપના બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજુમદાર અને રાજ્યના સહ-પ્રભારી અમિત માલવિયાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે કમિશનને ફરિયાદ આપી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં બાંગ્લાદેશી નાગરિકો સહિત 13 લાખ ગેરકાયદેસર મતદારો ઉમેરવામાં આવ્યા છે. ભાજપે કહ્યું કે બંગાળમાં 8,415 લોકો પાસે સમાન EPIC નંબર છે અને તેઓ મતદાતા તરીકે નોંધાયેલા છે.
બીજેડીની શું છે માંગણીઓ
બીજુ જનતા દળે ઓડિશામાં 2024ની ચૂંટણીમાં મતદાનમાં “અસામાન્ય તફાવત” હોવાનો આરોપ લગાવ્યો અને કમિશનને મેમોરેન્ડમ સુપરત કર્યું. બીજેડીએ માંગ કરી હતી કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સમયાંતરે CAG અથવા સ્વતંત્ર ઓડિટરો દ્વારા ઓડિટ કરવામાં આવે દરેક બૂથ પર VVPAT સ્લિપની ગણતરી EVM સાથે મેચ કરવામાં આવે અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્ધારિત ફી ચૂકવીને એક મહિનાની અંદર નાગરિકોને ફોર્મ 17C અને VVPAT ની નકલો ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવામાં આવે.
ચૂંટણી પંચે બીજેપી પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત પછી એક્સ પર લખ્યું કે માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય નાગરિક જ મતદાતાના રૂપમાં પંજીકૃત થઈ શકે છે, જ્યાં તેઓ સામાન્ય રૂપથી નિવાસ કરે છે. આયોગે તે પણ કહ્યું કે, બેવડા ઈપીઆઈસી નંબર, મૃત મતદાતા, સ્થાનાંતરિત મતદાતા અને ગેરકાયદેસર પ્રવાસીઓ સહિતની બધી ચિંતાઓને લઈને લેવલ ઓફિસર અને સંબંધિત ચૂંટણી નોંધણી ઓફિસર દ્વારા ઉકેલ કરવામાં આવશે, જેમાં બધા રાજકિય પાર્ટીઓના બૂથ લેવલ એજન્ટ સક્રિય રીતે ભાગ લેશે.
અસલમાં ટીએમસીએ મતદાતા ફોટો ઓળખ પત્રમાં ગડબડનો મુદ્દો ઉઠાવ્યા પછી અત્યાર સુધી ચૂંટણી પંચમાં લેખિતમાં વિરોધ નોંધાવ્યો નહતો. પરંતુ હવે તેને આની લેખિત ફરિયાદ પણ નોંધાવી દીધી છે. તો તેને આરોપ લગાવ્યો છે કે, બીજેપી મુદ્દાને અલગ દિશામાં ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહી છે. ટીએમસીનો આરોપ છે કે, બીજેપીએ માત્ર ટીએમસીના મેમોરેન્ડમના જવાબમાં પોતાની ફરિયાદ આપીને ચૂંટણી પંચ પર દબાવ બનાવવાની કોશિશ કરી છે.
આને તે રીતે સમજો કે જો ટીએમસી ઈપીઆઈસી દ્વારા મતદાન યાદીમાં હેરાફેરીના આરોપ લગાવી રહી છે તો બીજેપી આને કથિત ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોના નામ મતદાતા યાદીમાં નોંધાવવા સાથે જોડવામાં આવી રહી છે. પરંતુ બીજું જનતા દળની ફરિયાદ એવું કહી રહી છે કે યાદીમાં હેરાફેરી અનેક રાજ્યોમાં કરવામાં આવી છે. કોંગ્રેસ પહેલા જ હરિયાણા અને મહારાષ્ટ્રનો મુદ્દો ઉઠાવી ચૂકી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની મતદાતા યાદીમાં હેરાફેરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે બીજેડીએ પણ તેવો જ આરોપ લગાવ્યો છે. આ બધી ફરિયાદોનો એક જ અર્થ છે કે, ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવી શકી રહી નથી.