
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. કોંગ્રેસને તો જળમૂળથી ફેંકી દીધી હોય તેવા હાલ થયા છે. રાજ્યમાં 68 નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ભાજપે 60 નગરપાલિકા પર કબ્જો કર્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે એક જ નગરપાલિકા આવી છે. 7 નગરપાલિકાઓ ઉપર આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. નગરપાલિકામાં 1336 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસનો 242 બેઠક પર વિજય થયો છે.
અનેક ઠેકાણેથી મારામારી, પથ્થરમારાની ઘટનાઓ
ગુજરાતના જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં મોટી મહુમતી સાથે જીત હાંસલ કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક હાથવગી કરી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત મેળવી છે. જ્યારે વોર્ડ નંબર 9માં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જો આ ચૂંટણી વચ્ચે શહેરમાં પથ્થરમારો થયો છે.
5 લોકો ઈજાગ્રસ્ત
જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે કોંગ્રેસ ઉમેદવારની જીત થતાં વિજય સરઘસ કાઢ્યું હતુ. આ દરમિયાનવોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કોંગ્રેસના હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલને ઈજા પણ પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણ લોકોની અટકાયત કરી હતી.
મોરબીમાં ભાજપ અને આપ કાર્યકરો વચ્ચે મારામારી
મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.
દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ મારામારી
દેવગઢ બારીયા નગરમાં ચૂંટણીના પરિણામને લઈને બબાલ થઈ હતી. દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં થઈ બબાલ. એક જ કોમના બે જૂથ વચ્ચે માથાકુટ થવા પામી હતી. ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કેટલાક લોકોએ પથ્થર મારો કર્યો હતો. પથ્થર મારામાં ત્રણથી વધુ લોકોને ઈજા થઈ છે. કાપડી વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી
ખેડા જીલ્લામાં મહેમદાવાદ નગરપાલિકામાં વિજય થતાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી. સોનાવાલા હાઇસ્કૂલ પાસેના પોસ્ટર હોવાનું અનુમાન છે. વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ મનાવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ પોસ્ટર વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મામલે મહેમદાવાદ પોલીસે બે યુવકની અટકાયત કરી છે.
કઇ નગરપાલિકામાં કોણ જીત્યું
કરજણ ભાજપ
માણસા ભાજપ
તલોદ ભાજપ
વડનગર ભાજપ
પ્રાંતિજ ભાજપ
રાપર ભાજપ
દ્વારકા ભાજપ
હારીજ ભાજપ
મહુધા ભાજપ
કાલાવડ ભાજપ
જામજોધપુર ભાજપ
સાણંદ ભાજપ
રાધનપુર ભાજપ
ભચાઉ ભાજપ
ધ્રોલ ભાજપ
આંકલાવ અપક્ષ/કોંગ્રેસ
ઓડ ભાજપ
સોનગઢ ભાજપ
હાલોલ ભાજપ
ચાણસ્મા ભાજપ
કઠલાલ ભાજપ
ડાકોર ટાઈ( ભાજપ અને અપક્ષને 14-14 સીટ)
સલાયા આમ આદમી પાર્ટી
કુતિયાણા સમાજવાદી પાર્ટી
રાણાવાવ સમાજવાદી પાર્ટી
આ પણ વાંચોઃ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા પાલિકામાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલ્યું, વિપક્ષે મારી બાજી
આ પણ વાંચોઃ Surat: માંગરોળમાં પ્રેમી યુગલો ગળા કપાયેલી હાલતમાં મળ્યા, યુવતીનું મોત, પ્રેમી સારવાર હેઠળ









