Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

Elections: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજરોજ તા. ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે.

ચૂંટણી કાર્યક્રમની મહત્વની તારીખો આ મુજબ છે,વાંચો

જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ: ૬ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૬ અને
ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ થશે.
જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬ છે.

મતદાન તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી થશે અને જો જરૂરી ગણાય તેવા કિસ્સામાં પુનઃ મતદાન તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ થઈ શકશે.
જ્યારે મતગણતરી અને પરિણામ તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: ૩૦ એપ્રિલ ૨૦૨૬ જાહેર કરવામાં આવી છે.

ચૂંટણીની મુખ્ય વિગતો નીચે મુજબ છે,વાંચો

કુલ બેઠકો: આશરે ૧૦,૦૦૫ બેઠકો પર ચૂંટણી યોજાશે (કેટલાક સ્ત્રોત મુજબ ૯,૯૯૨ બેઠકો).

મતદારોની સંખ્યા: રાજ્યના આશરે ૪.૧૮ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણી હેઠળની સંસ્થાઓ

૧૫ મહાનગરપાલિકાઓ (અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ૯ નવી બનેલી પાલિકાઓ જેમ કે આણંદ, મોરબી, વગેરે).

૮૪ નગરપાલિકાઓ.
૩૪ જિલ્લા પંચાયતો.
૨૬૦ તાલુકા પંચાયતો.

આ ચૂંટણીમાં OBC અનામતના નવા રોટેશન મુજબ પ્રથમવાર અમલ કરવામાં આવશે, જેમાં ૭ જિલ્લા પંચાયત પ્રમુખની બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. મહાનગરપાલિકામાં મલ્ટી-EVM સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે આમ,ચૂંટણીઓ હવે ડિકલેર થઈ ચૂકી છે પરિણામે રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે અને લોબિંગ શરૂ થઈ ગયું છે.

આ સાથેજ રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે જે મુજબ, શાસક પક્ષ કે સરકાર પોતાની સિદ્ધિઓની જાહેરાત સરકારી તિજોરીના ખર્ચે કરી શકશે નહીં. કોઈપણ મંત્રી કે પદાધિકારી ચૂંટણી પ્રચાર સાથે સરકારી કામકાજ જોડી શકશે નહીં. મતદારોને રીઝવવા માટે નાણાકીય કે અન્ય પ્રલોભનો આપી શકશે નહીં, ઉપરાંત ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે થઈ શકશે નહીં.
આ સિવાય કોઈપણ જાહેર સભા કે સરઘસ માટે સબંધિત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડશે.

રાત્રે 10:00 થી સવારના 8:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે સાથેજ ચૂંટણીની કામગીરી દરમિયાન સરકારી વાહનો, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ થઈ શકશે નહીં. ઉપરાંત મંત્રીઓ તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી ફરજ પરના અધિકારીઓની બેઠક બોલાવી શકશે નહીં આચાર સંહિતા દરમિયાન નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે શિલાન્યાસ વિધિ નહિ કરી શકાય.

આ નિયમોનું તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
  • March 26, 2026

■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

Continue reading
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

  • April 1, 2026
  • 1 views
Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો

  • April 1, 2026
  • 5 views
PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો

BJP: મોદી સાહેબ ઉદ્ઘાટન કરતા જાય અને એરપોર્ટ બંધ થતાં જાય છે! ગજબનો સિલસિલો રહ્યો છે!! લોકોમાં ઉઠ્યા સવાલ

  • April 1, 2026
  • 7 views
BJP: મોદી સાહેબ ઉદ્ઘાટન કરતા જાય અને એરપોર્ટ બંધ થતાં જાય છે! ગજબનો સિલસિલો રહ્યો છે!! લોકોમાં ઉઠ્યા સવાલ

Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

  • April 1, 2026
  • 5 views
Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

  • April 1, 2026
  • 5 views
PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો

  • April 1, 2026
  • 10 views
BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો