Britain: એપ્સટિન ફાઇલ્સ : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુયુની તેના જન્મદિવસે જ ધરપકડ!

  • World
  • February 19, 2026
  • 0 Comments

Britain: એપ્સટિન ફાઇલ્સ જાહેર થયા પછી મોટી મોટી હસ્તિઓના નામો સામે આવી રહયા છે ત્યારે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુનું નામ ખુલતા પોલીસે તેના જન્મદિવસે જ ધરપકડ કરી છે થેમ્સ વેલી પોલીસે આજે ગુરુવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડી એન્ડ્ર્યુની ધરપકડને સત્તાવાર સમર્થન આપ્યું હતું.

મહત્વનું છે કે ઇંગ્લેન્ડમાં જાહેર પદ સંભાળતી વખતે ગેરવર્તણૂકને ગંભીર ગુનો ગણવામાં આવે છે. આ ગુના માટે સાબિત કરવું જરૂરી છે કે વ્યક્તિ જાણતી હતી કે તે ખોટો છે, છતાં તેણે તેમ કરવાનું ચાલુ રાખ્યું. આ ગુના માટે મહત્તમ સજા આજીવન કેદ છે આ કેસ ફક્ત ગંભીર ફોજદારી આરોપો હેઠળ જ કોર્ટમાં ચલાવી શકાય છે.

આ કેસ એન્ડ્રુના બ્રિટનના ટ્રેડ એનબોય તરીકેના સમયનો હોવાનું માનવામાં આવે છે. તેમને 2001માં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ 10 વર્ષ પછી તેમણે રાજીનામું આપી દીધું હતું. તે સમયે, અમેરિકન ગુનેગાર જેફરી એપસ્ટીન સાથેના તેમના સંબંધોને લઈને તેમનું નામ વિવાદમાં આવ્યું હતું યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે એન્ડ્રુનો પદ પર હતા ત્યારે તેમના એપસ્ટીન સાથે સંપર્ક હતા.

પ્રિન્સ એન્ડ્રુ પર જાતીય શોષણનો આરોપ લગાવનાર વર્જિનિયા ગિફ્રેનું એપ્રિલ 2025માં અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, તેણે આત્મહત્યા કરી હતી. વર્જિનિયાએ 2011માં અમેરિકાના હાઈ-પ્રોફાઈલ વેશ્યાવૃત્તિ નેટવર્કનો પર્દાફાશ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું, વર્જિનિયાએ તેની સાથે થયેલા યૌનશોષણ અને તસ્કરીનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તે માત્ર 15 વર્ષની હતી ત્યારે જ એપસ્ટીનના સેક્સ નેટવર્કમાં ફસાઈ ગઈ હતી.

સગીર વયની વર્જિનિયાને મોટી ઉંમરના પ્રભાવશાળી અને હાઈ-પ્રોફાઈલ લોકો સાથે જાતીય સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી હતી, વર્જિનિયાએ બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બ્રિટનના કિંગ ચાર્લ્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના નાના ભાઈ એન્ડ્રુ પાસેથી ‘પ્રિન્સ’નો ખિતાબ અને તમામ શાહી પદવીઓ પાછી લઈ લીધી હતી. તેમને વિન્ડસર સ્થિત તેમના ભવ્ય ઘર ‘રોયલ લોજ’ ખાલી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

પીડિતા વર્જિનિયા ગિફ્રેએ આરોપ લગાવ્યો હતો કે 2001માં જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે પ્રિન્સ એન્ડ્રુએ તેનું યૌન શોષણ કર્યું હતું. 65 વર્ષના એન્ડ્રુ દિવંગત ક્વીન એલિઝાબેથના બીજા પુત્ર છે. એન્ડ્રુનું નામ લાંબા સમયથી અમેરિકી અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલું રહ્યું છે. એન્ડ્રુને ડ્યુક ઓફ યોર્કનો ખિતાબ વાપરવાથી પણ રોકી દેવામાં આવ્યો હતો.

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે શાહી પદવીઓ છીનવાઈ ગયા પછી હવે પ્રિન્સ એન્ડ્રુને ‘એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર’ નામથી ઓળખવામાં આવશે, અત્યાર સુધી પ્રિન્સ એન્ડ્રુને ‘પ્રિન્સ એન્ડ્રુ ડ્યુક ઓફ યોર્ક’ નામથી ઓળખવામાં આવતા હતા આમ,આખરે પાપનો ઘડો ભરાઈ ગયો છે અને નાની બાળાઓની ઈજ્જત લૂંટનારાઓ એક પછી એક ઘડપણમાં જેલ હવાલે થઈ રહયા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading
Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત
  • July 15, 2026

Adani US Bribery Case: અમેરિકાની એક સંઘીય અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

  • July 17, 2026
  • 3 views
Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 6 views
India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

  • July 17, 2026
  • 11 views
US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

RSS registration controversy: વિદેશમાં કાયદાનું પાલન, તો ભારતમાં કેમ નહીં? RSS ના રજિસ્ટ્રેશન પર ગરમાઈ ચર્ચા

  • July 17, 2026
  • 10 views
RSS registration controversy: વિદેશમાં કાયદાનું પાલન, તો ભારતમાં કેમ નહીં? RSS ના રજિસ્ટ્રેશન પર ગરમાઈ ચર્ચા

Indian Navy Warship Gap: શું ભારત દરિયાઈ સુરક્ષામાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 8 views
Indian Navy Warship Gap: શું ભારત દરિયાઈ સુરક્ષામાં પાછળ પડી રહ્યું છે?

Punjab Economic Reform: પંજાબનું ₹4 લાખ કરોડ દેવું! આર્થિક સુધારા વગર સંકટ કેવી રીતે દૂર થશે?

  • July 17, 2026
  • 5 views
Punjab Economic Reform: પંજાબનું ₹4 લાખ કરોડ દેવું! આર્થિક સુધારા વગર સંકટ કેવી રીતે દૂર થશે?