Explosive Material Seized From Rajasthan: રાજસ્થાનમાં 10 કિમી સુધી તબાહી મચાવી શકે તેટલો મોટો વિસ્ફોટક ભરેલી વાન ઝડપાતા ખળભળાટ

  • India
  • December 2, 2025
  • 0 Comments

Explosive Material Seized From Rajasthan: ભારતમાં મોટા આતંકી હુમલાના કાવતરાના પર્દાફાશ થયા બાદ અને દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર દેશ હાલમાં એલર્ટ પર છે ત્યારે સરહદી રાજ્યોમાં પોલીસ એલર્ટ છે તેવે સમયે રાજસ્થાનમાં શ્રીનાથજી પોલીસે ગેરકાયદે વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એક પીકઅપ વાન ઝડપી પાડી છે આ વાનમાં ચેકીંગ દરમિયાન આશરે 10 કિલોમીટર સુધીના વિસ્તારને ઉડાવી શકે તેટલા ભયાનક વિસ્ફોટકો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

નાથદ્વારા મંદિરથી માત્ર ચાર કિલોમીટર દૂર મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.
તેનું ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહ્યું હતું. જો તે વિસ્ફોટ થયો હોત, તો તેની અસર 10 કિલોમીટર સુધી થઈ હોત. પોલીસ હાલમાં જપ્ત કરાયેલી સામગ્રીની તપાસ કરી રહી છે.
વિસ્ફોટકો ભરેલી પીકઅપ વાન આમટે વિસ્તારમાંથી નાથદ્વારા તરફ જઈ રહી હતી તે સમયે પોલીસને બાતમી મળતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વાહનની તલાશી લેતા તેમાં ભરેલો વિસ્ફોટકનો જંગી જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને સ્થિતિની ગંભીરતા જોઈ આ અંગે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીકઅપમાં ભરેલો વિસ્ફોટકનો જથ્થો જો બ્લાસ્ટ થાયતો 10 કીમીના વિસ્તારમાં મોટા પાયે તબાહી સર્જાઈ શકી હોત.હાલમાં પોલીસે વિસ્ફોટ પદાર્થ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તેની ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે.

પોલીસ આ ગેરકાયદે વિસ્ફોટકનો જથ્થો ક્યાંથી અને તેને કયા ઉદ્દેશ્યથી લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પીકઅપ વાનના ડ્રાઈવરની પૂછપરછમાં કેટલાક નામો સામે આવ્યા છે,જેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હવે, સવાલ એ થાય છે કે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થની હેરફેર થાય છે અને તેની ખબર કેમ પડતી નથી તે મોટો સવાલ લોકોને મુઝવી રહ્યો છે અને આપણું ગુપ્તચર વિભાગ અને આઈબી જેવી એજન્સીઓ કેમ ઊંઘતી ઝડપાઈ રહી છે તે પણ વિચારવા જેવો મુદ્દો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જો,આ વિસ્ફોટકો તેના મુકામ પર અંજામ દેવામાં સફળ રહયા હોતતો કેટલી મોટી જાનહાની થાત તે કલ્પના માત્ર ધ્રુજાવી દે તેવી છે

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”