Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Ahmedabad : અમદાવાદના પૂર્વ વિસ્તારો, ખાસ કરીને પુનિત નગર, વટવા, વસ્ત્રાલ અને ઘોડાસરમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ લુખ્ખા તત્વો પોલીસને પણ પડકાર આપી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે પોલીસની નબળી કામગીરીએ શહેરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.ત્યારે ફરી એક વાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી લુખ્ખાતત્વોના આતંકની ઘટના સામે આવી છે જેમાં ગુંડાતત્વોએ વેપારીને પુનિત નગર વિસ્તારમાં ધંધો કરવા માટે 50 લાખની ખંડણી માગી હતી પરંતુ વેપારીએ ના પાડતા આઠથી દસ જેટલા અસામાજિક તત્ત્વો દ્વારા તેના પર દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને 10 જેટલા શખ્સોએ દંડાથી તૂટી પડતા વેપારી અધમુઆ થઈ ગયા હતા. આમ અમદાવાદમાં મુંબઈ જેવું ખંડણી કલ્ચર જોવા મળી રહ્યું છે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે.

ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો હુમલો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં, ખાસ કરીને પુનિત નગર વિસ્તારમાં, અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં, મોબાઇલના વેપારી કમલેશ સંતાણી પર જય ગઢવી નામના આરોપી અને તેના આઠથી દસ સાગરીતોએ છરી અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કમલેશને મોઢા પર છરીના ઘા, ડાબા હાથમાં ફ્રેક્ચર અને પગમાં ગંભીર ઇજાઓ થઈ છે.

ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આરોપીઓની બેફામ હરકતોને ઉજાગર કરે છે. પરંતુ આ ઘટનાએ શહેર પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા અને કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ફરિયાદ મુજબ, જય ગઢવીએ કમલેશ પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને ધંધો ચલાવવા દેવાની ધમકી આપી હતી. 2 જૂનના રોજ, જ્યારે કમલેશ નૈનિતાલમાં હતો, ત્યારે જય ગઢવીએ વ્હોટ્સએપ કોલ દ્વારા ધમકી આપી કે, “ધંધો કરવો હોય તો 50 લાખ આપ, નહીં આપે તો દુકાન તોડી નાખીશ અને હાથ-પગ તોડી નાખીશ.”8 જૂનની રાત્રે, કમલેશ અમદાવાદ પરત ફર્યો અને જય ગઢવીને મળવા બોલાવ્યો. રાત્રે બે વાગ્યે, કમલેશ તેના બે મિત્રો સાથે દુકાન પાસે ઉભો હતો ત્યારે આરોપીઓએ હથિયારો સાથે હુમલો કર્યો. કમલેશના મિત્રો અને આસપાસના લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો. વટવા GIDC પોલીસે ફરિયાદ નોંધી છે.

વેપારીઓ અને નાગરિકોમાં ભયનું વાતાવરણ

આ ઘટના કોઈ એકલદોકલ નથી. અગાઉ વસ્ત્રાલ અને ઘોડાસર વિસ્તારોમાં પણ અસામાજિક તત્વોએ જાહેરમાં નિર્દોષ લોકો પર હુમલા કર્યા હતા. આવા ગુનાઓમાં આરોપીઓ હથિયારો સાથે બેફામ રીતે ફરતા હોય છે, ત્યારે પોલીસનું પેટ્રોલિંગ ક્યાં છે? રાત્રિના સમયે આવા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા શા માટે નબળી છે? શું પોલીસ આવા અસામાજિક તત્વોની પૂર્વ માહિતી એકત્ર કરવામાં નિષ્ફળ રહી છે? આવી ઘટનાઓનું પુનરાવર્તન શહેરના વેપારીઓ અને નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે, પરંતુ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા આ ગુનાઓને આમંત્રણ આપે છે.

શું પોલીસ આવા ગુનાઓને રોકવા માટે સક્ષમ નથી ?

શું પોલીસ આવા ગુનાઓને રોકવા માટે સક્ષમ નથી ? શું ખંડણી અને હુમલાની ઘટનાઓની તપાસમાં ઢીલાશ દાખવવામાં આવે છે? પોલીસે આવા ગુનાઓની ગંભીરતાને સમજીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને પેટ્રોલિંગ વધારીને નાગરિકોમાં વિશ્વાસ જગાવવો જોઈએ. નહીં તો, આવી ઘટનાઓ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર કાયમી ડાઘ લગાવશે.

આ પણ વાંચો:

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

Arnab Goswami ના પત્રકારત્વની પોલ ખુલી, ભારત વિરુદ્ધ બોલવા માટે પાકિસ્તાનીઓને આપ્યા પૈસા?

India-Canada Relations: મોદીને G-7 સમિટમાં કેમ આપ્યું આમંત્રણ? કેનેડાના પીએમ સામે ઉઠ્યા સવાલો

Colombia ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો, આરોપીની ધરપકડ

Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 3 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 5 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 4 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 10 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 8 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 10 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!